ઉનાળામાં લોકોના જુતા-બુટ-શૂઝમાંથી આવતી દુર્ગંધને કારણે બધા સામે શરમમાં મુકાવું પડતું હોય છે. એનું મુખ્ય કારણ છે પરસેવો. બૂટમાં પગ હોવાના કારણે પગમાં પરસેવો થાય છે, જેને કારણે બેક્ટેરિયા ઉદભવે છે. બીજું કારણ છે રોજ મેલા મોજા પહેરવાને કારણે પગમાં ફુગ થઈ જાય છે એને કારણે પણ દુર્ગંધ આવે છે. તમને આ બધાથી છુટકારો મેળવવાના સહેલા ઉપાય વિશે જણાવીએ.
બુટની દુર્ગંધને તમારા પગ પરથી દૂર કરવા માટે તમારા પગને થોડા ગરમ પાણીમાં પાંચ મિનિટ સુધી ડુબાડીને રાખો. હવે તમારા પગને કોઈ સાબુ કે શેમ્પુથી સારી રીતે ધોઈ સાફ કરી લો. તમે ઇચ્છો તો જ્યારે પાણીમાં પગ ડુબાડીને રાખો ત્યારે પાણીમાં એક ચમચી ફટકડી પણ નાખી લો. એનાથી પગમાં રહેલ બેક્ટેરિયા નાબૂદ થઈ જશે.

બુટમાં દુર્ગંધ બેક્ટેરિયાને કારણે આવે છે એટલે એને નાબૂદ કરવા માટે તમારા બુટમાં રાત્રે થોડો બેકિંગ સોડા છાંટી દો. અને સવારે બુટ પહેરવાના સમયે એને સાફ કરી દો. એવું કરવાથી દુર્ગંધ ચપટી વગાડતા ગાયબ થઈ જશે.
બુટની દુર્ગંધ દૂર કરવા તમારા મોજા રોજ બદલો. એવું કરવાથી બુટ સાફ રેહશે. જ્યારે મેલા મોજા પહેરવાથી અને ગરમીમાં એમાં પસીનો જાય ત્યારે બુટની સોલ એટલે કે તળિયામાં બધા બેક્ટેરિયા ચોંટી જાય છે. જેથી બુટમાંથી વધુ વાસ આવે છે.
દુર્ગંધ હટાવવા માટે બુટની અંદર એક-બે ટીપાં લવેન્ડર ઓઇલ નાખો. કારણકે એમાં બેક્ટેરિયાને નષ્ટ કરવાની તાકાત હોય છે એટલે એને નાખતા દુર્ગંધ તરત ખતમ થઈ જશે. સાથે જ સારી સુગંધ આવવા લાગશે.

બુટની દુર્ગંધ દૂર કરવા માટે ટી-બેગ પણ એક સારો વિકલ્પ છે. એના માટે તમે ચા માટે વાપરેલ ટી બેગને ઠંડી કરી લો. હવે તેનું નોર્મલ તાપમાન થઈ જાય પછી બંને બુટની અંદર રાખી દો. એને થોડો સમય રહેવા દો. એવું બે દિવસ કરવાથી બુટની દુર્ગંધ બિલકુલ ખતમ થઈ જશે.
બુટની દુર્ગંધનું એક કારણ તેનું ભીનું રહેવું પણ છે. ખાસ કરીને વરસાદમાં ભીંજાયેલ બુટ સરખી રીતે સુકવ્યા વિના પહેરવાથી પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે. એને દૂર કરવા માટે બુટને ધોઈ અને ફરીથી સરખી રીતે સુકાવા દો. હવે તેમાં થોડો ટેલક્મ પાઉડર નાખી પહેરી લો.

ખાટા ફળો પણ બેક્ટેરિયાને દૂર રાખે છે. એટલે બુટની અંદર મોસંબી તેમજ સંતરા જેવા ખાટા ફળોની છાલ નાખી દો. એને 10 -15 મિનિટ રહેવા દો. પછી એ છાલને હટાવી દો. એવું કરવાથી દુર્ગંધ દૂર થઈ જશે.
બુટની દુર્ગંધ દૂર કરવા માટે એમાં નેપથલીનની ગોળી નાખો. હવે બુટને થોડો સમય માટે તડકામાં રહેવા દો. એવું કરવાથી બેક્ટેરિયાનો નાશ થઈ જશે. સાથે નેપથલીનની સુગંધ પણ નહીં આવે.

સફેદ સિરકા પણ બુટની દુર્ગંધને નાબૂદ કરવાની એક રીત છે. એનાથી બુટને ધોવા પર કે કોઈ કાપડને સિરકામાં બોળીને બુટને સાફ કરવાથી દુર્ગંધ દૂર થઈ જશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks