પકોડીના શોખીનો તાકાત હોય તો જોઈ લો આ વીડિયો! પકોડી વાળાની ગંદી કરતુત પકડાઈ ગઈ

પાણીપુરી વાળાએ પેન્ટની ઝીપ ખોલીને એવું કર્યું કે આજ પછી જિંદગીમાં બહારની પાણીપુરી નહિ ખાઓ, જુઓ વિડીયો

પાણીપુરીનું નામ આવતાની સાથે જ મહિલાઓ અને છોકરીઓના મોઢામાં પાણી ફરી વળે, તે કોઈપણ જગ્યાએ જશે પાણીપુરી ટેસ્ટ તો અવશ્ય જ કરશે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને રસ્તા ઉપર ગમે ત્યાંની પાણીપુરી ખાવાનું તમને પણ ક્યારેય મન નહીં થાય.

સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે એક વ્યક્તિ પાણીપુરીની લારી ઉપર પાણીની સાથે પોતાનું યુરિન પણ ભેળવી રહ્યો છે. ગુવાહાટીના એક પાણીપુરી વાળાની છે. જે એક મગમાં પેશાબ કર્યા બાદ પાણીપુરીના પાણીમાં જ તેનો પેશાબ ભેળવી દીધો હતો. કોઈએ આ વ્યક્તિનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો, જેના બાદ તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોઈને લોકોનો ગુસ્સો પણ ફૂટી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ પ્રકારે ખાવાની વસ્તુમાં પેશાબ ભેળવવાની શું જરૂર છે ? મીડિયા રિપોર્ટ પ્રમાણે આ લારીવાળો ગુવાહાટીના અઠગાવ વિસ્તારમાં પાણીપુરીની લારી લગાવે છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે તે લારી ચાલકની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું પણ આશ્વાસન આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે, લોકો આ વીડિયોને જોઈને આ વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી રહ્યા છે. આવી ઘટનાઓ સ્ટ્રીટ ફૂડની સ્વચ્છતા ઉપર પણ સવાલ ઉઠાવી રહી છે.

Niraj Patel