સોશિયલ મીડિયાની અંદર ઘણા વીડિયો રોજ બરોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો જોઈને આપણે પણ હેરાન રહી જતા હોય છે ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં નદી કિનારે પાણી પીવા આવેલા કુતરા ઉપર નદીમાં રહેલો મગર હુમલો કરી રહ્યો છે.
મગરને પાણીનો રાજા કહેવામાં આવે છે. જયારે તે પોતાના શિકારને પોતાના જબડામાં દબાવી લે છે ત્યારે તેમાંથી ચૂંટવું અશક્ય છે. આવું જ કંઈક જોવા મળ્યું રાજસ્થાનના ચંબલ નદીના કિનારે. જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. નદીના કિનારે એક કૂતરું ફરી રહ્યું હોય છે. આ બધા વચ્ચે મગર ત્યાં ધીમે ધીમે આવે છે અને કૂતરાને પોતાનો શિકાર બનાવી લે છે.
આ વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે કૂતરું ખુબ જ આરામથી નદી કિનારે ફરી રહ્યું છે. દૂરથી મગર પાણીમાં આવતો પણ દેખાય છે. પરંતુ કૂતરું એ વાતથી અજાણ છે. મગર પહેલા ધીમે ધીમે કુતરા તરફ આગળ વધે છે.
મગર કૂતરાની એકદમ પાસે આવી એવી સ્ફૂર્તિથી હુમલો કરે છે કે કુતરાનો ફક્ત એક જ વાર અવાજ નીકળી છે અને મગર કૂતરાને પોતાનો શિકાર બનાવી લે છે અને પાણીમાં ઊંડે સુધી લઈને ચાલ્યો જાય છે.
ખબર પ્રમાણે આ વીડિયો કોટાની પાસે આવેલા રાવતભાટાનીઓ જણાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ કુતરા ઉપર મગરના આ હુમલાને…