ખબર

મણિનીગરની પરીણિતાનો ધડાકો, ‘મારા સાસુમાં એ સસરાના ફ્રેન્ડ જોડે સંબંધો હતા, તેમાં જે સંતાન જન્મ્યું તે મારા પતિ’

અમદાવાદમાં સાસુના આડા સંબંધોનો આરોપ મૂકનારી પરિણીતાનો મોટો ખુલાસો

સોશિયલ મીડિયા ઉપર સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ આપણે રોજ બરોજ વાંચતા હોઈએ છીએ, તેવી જ એક ઘટના હાલ અમદાવાદના મણીનગરમાંથી સામે આવી જ્યાં એક પરણિત મહિલાએ પોતાના સાસુ ઉપર આરોપ મૂકતા જણાવ્યું છે કે મારા પતિ પણ સસરાના મિત્રનું જ સંતાન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાના મણિનગરમાં રહેતી એક પરણિત મહિલા જેના લગ્ન વર્ષ 2018માં થયા હતા. પરંતુ લગ્ન બાદ સાસરિયા તરફથી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાના કારણે તે છેલ્લા 10 મહિનાથી પોતાના પિયરમાં જ રહેતી હતી.

આ મહિલાને તેના પતિ દ્વારા એક દોઢ વર્ષની દીકરી પણ હતી. આ મહિલાને તેના લગ્ન બાદ જાણ થઇ કે તેની સાસુના અનૈતિક સંબંધો તેના સસરાના એક મિત્ર સાથે જ છે. જેના કારણે તેને હાલ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેના પતિ તેના સસરાનું નહિ પરંતુ તેના સસરાના મિત્રનું જ સંતાન છે.

આ મહિલાને તેના સાસુના સંબંધોની જાણ થતા જ સાસરિયા તરફથી તેને ત્રાસ આપવામાં આવતો હતો તેમજ વારંવાર કરિયાવર ઓછું લઈને આવી છે, અને તું ગરીબ ઘરની છોકરી છું તેમજ તું અપશુકનિયાળ છું તેવા મહેણાં પણ મારતા હતા.

મહિલાએ એક દીકરીની જન્મ આપ્યો અને તેને હવે પુત્ર થતો નથી તેમ કહીને પણ ત્રાસ આપવામાં આવતો હતો. જેના કારણે મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવી હતી. પોલીસે પણ આ ઘટનાની હવે તપાસ શરૂ કરી છે.