વાયરલ

ઝડપી કાર ચલાવવાના શોખીનો આ વીડિયો એક વખત જોઈ લેજો, રૂવાડા ઉભા થઈ જશે

આપણે જાહેર જગ્યાઓ રોજ વાંચીએ જ છીએ કે ઝડપની મજા મોતની સજા. આજ કાલ લોકો એટલી ઝડપે વાહન ચલાવી રહ્યા છે કે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આવા જોખમી સ્ટંટ કરતા હોય છે.

પરંતુ આવા સ્ટંટ દરમિયાન તેનો તો જીવ જોખમમાં મુકાય જ છે પરંતુ અન્ય લોકોના જીવ પણને પણ તેઓ જોખમમાં મુકે છે. આવા વીડિયો પણ આપણે અવાર નવાર જોતા હોઈએ છીએ તેજ ગતિએ આવતા વાહનો અન્યને ટક્કર મારી દેશે અને ક્યારેય તેમા જીવ પણ જતા રહે છે.

હવે સોશિયલ મીડિયા આવો જ એક ખૌફનાક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ તમારા પણ રૂવાડા ઉભા થઈ જશે. આ વીડિયો જોયા બાદ જે પણ લોકો રેસ લગાવવાના કે સ્ટંટ કરવાના શોખીનો છે તેઓ ઝડપી વાહન ચલાવતા પહેલા બે વખત વિચારશે.

સામે આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક ગાડીઓ હાઈવે પર ચાલી રહી છે ત્યારે અચાનક બે ગાડીઓ આવે છે તેમાથી એક કારની ગતિ બહુ વધારે હોય છે અને બાદમાં તેનું બેલેન્સ ગુમાવી દે છે.

બેલેન્સ ગુમાવ્યા બાદ તે રોંગ સાઈડમાં ચાલી જાય છે અને સામે આવતી કાર સાથે અથડાઈ જાય છે. જો કે સદનશીબે તે ડ્રાઈવર તો બચી જાય છે પરંતુ જે કારને તેમણે ટક્કર મારી તે કારનો ડ્રાઈવર ભાગ્યે જ બચી શક્યો હશે. કારણ કે અકસ્માત એટલો ભયાનક હતો કે સામે વાળી કારનો બુકડો બોલી ગયો હતો.

સામે વાળી કારના બે ભાગ થઈ જાય છે અને તેના બોનેટવાળા ભાગમાં પણ ભારે નુકશાન થાય છે. અકસ્માત કર્યા બાદ તે ડ્રાઈવર તો કારમાંથી સ્વસ્થ રીતે બહાર આવે છે. પંરતુ તેના લીધે સામેવાળી વ્યક્તિને વગર વાંકે દંડ મળે છે. તેથી હંમેશા હાઈ વે કાર ધીમી જ ચલાવો. જેથી આપણા કારણે કોઈ અન્ય વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો ન આવે.  આ વીડિયોને આઈપીએસ ઓફિસર દીપાંશું કાબરાએ શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે, દરેક જીંદગી અનમોલ હોય છે. આપણે કોઈ અકસ્માતમાં બચી શકીએ છીએ પરંતુ આપણા કારણે કોઈ અન્ય વ્યક્તિનો જીવ જાય તે પછતાવાથી આખી જિંદગી બચી શકતા નથી. તેથી રોડ સેફ્ટીને લંઈને હંમેશા ગંભીર રહો.