થોડા સમય પહેલા લોકપ્રિય સિરિયલ ‘સસુરલ સિમર કા’ અભિનેત્રી દીપિકા કક્કરે અભિનેતા શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કરી લીધા છે. આ કપલ ઘણીવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં છવાયેલા રહે છે. હાલમાં, કોરોના લોકડાઉન દરમિયાન શોએબ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે વાતચીત કરતો હતો. તાજેતરમાં, તેને ઇન્સ્ટાગ્રામ પર લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જોકે, આ દરમિયાન એક વ્યક્તિએ તેની પત્ની દીપિકાનો ધર્મ પૂછ્યો.
View this post on Instagram
શોએબ ઇબ્રાહિમનું ઇન્સ્ટાગ્રામ પર એક #AscMeAnything કરીને પોસ્ટ કરી હતી, જેમાં ચાહકો તેના પર સવાલ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ચાહકોએ શોએબ ઇબ્રાહિમને ઘણા વિચિત્ર સવાલો પણ પૂછ્યા હતા.
View this post on Instagram
સવાલ-જવાબ સેશન દરમિયાન એક વ્યક્તિએ શોએબ ઇબ્રાહિમને તેની પત્ની દીપિકાનો ધર્મ પૂછ્યો હતો. યુઝરે પોતાના પ્રશ્નમાં કહ્યું કે, ‘શું તમે મને જણાવશો કે તમારી પત્ની હિન્દુ છે કે મુસ્લિમ?
View this post on Instagram
આ સવાલના જવાબમાં શોએબ ઇબ્રાહિમે પણ ખૂબ જ રમૂજી જવાબ આપ્યો. શોએબે લખ્યું કે, ‘તે એક સારી વ્યક્તિ છે શું આટલું જ પૂરતું નથી?” ચાહકોએ શોએબના આ જવાબની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પણ શોએબે તેના જવાબથી ટ્રોલર્સનું મોઢા બંધ કરી દીધા હતા. થોડા દિવસો પહેલા શોએબને પૂછવામાં આવ્યું હતું કે દીપિકા માત્ર સલવાર કમીઝ કેમ પહેરે છે. આ અંગે શોએબે કહ્યું, ‘મને જવાબ આપવો જરૂરી નથી લાગતું. હું સત્ય જાણું છું, મારી પત્ની જાણે છે. બાકી, જેના જેવા વિચાર એવા જ સવાલ।.’
View this post on Instagram
લોકડાઉન દરમિયમ શોએબ અને દીપિકા વધુને વધુ સમય સાથે પસાર કર્યો છે. આ બંનેના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે. જણાવી દઇએ કે આ દંપતીએ 22 ફેબ્રુઆરી, 2018 ના રોજ લગ્ન કર્યા હતા. દીપિકાએ તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા હતા.
View this post on Instagram
દીપિકાએ શોએબના વતન મૌધા (કાનપુર નજીક)માં લગ્ન કર્યા હતા. દીપિકા અને શોએબ ટીવી શો ‘સસુરલ …’ ના સેટ પર મળ્યા હતા. બાદમાં બંનેના લગ્ન થયાં. લગ્ન પછી દીપિકાના ધર્મપરિવર્તન વિશે ઘણી વાતો આવી હતી, પણ શોએબ-દીપિકાએ આ બાબતો પર ક્યારેય ધ્યાન આપ્યું નહીં.
View this post on Instagram
દીપિકા અને શોએબ 2013 થી ટીવી શો ‘સસુરલ સિમર કા’ (2011) ના સેટ પર એક બીજાને ડેટ કરી રહ્યા હતા. 5 વર્ષ ડેટિંગ કર્યા પછી, કપલે લગ્ન કરવાનું નક્કી કર્યું.
View this post on Instagram
શોએબે પરિવારના સભ્યોની હાજરીમાં દીપિકાને ‘નચ બલિયે’ (2017) ના સેટ પર લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન શોએબે દીપિકાને ઘૂંટણ પર બેસીને ખૂબ જ રોમેન્ટિક રીતે પ્રપોઝ કર્યું હતું, જેને દીપિકા ઠુકરાવી શકી નહીં.
View this post on Instagram
દીપિકાના આ બીજા લગ્ન છે. દીપિકાએ 2009માં કો-એક્ટર રૌનાક સેમસન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ જાહેરાત કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે છૂટાછેડા શોએબના કારણે થયા હતા. જાન્યુઆરી 2015માં બંને અલગ થઈ ગયા.
View this post on Instagram
દીપિકાએ તેના બીજા લગ્ન પછી મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે અને હવે તેનું નામ ફૈઝા છે. લગ્ન પછી પતિ શોએબ ઇબ્રાહિમ અને સાસરિયાઓ સાથે તેને ઈદની ઉજવણી કરી હતી. દીપિકાએ આ પ્રસંગે કહ્યું હતું કે રોઝા રાખવા મારા માટે મુશ્કેલ નથી કારણ કે મેં લગ્ન પહેલા રોઝા રાખ્યા હતા.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.