સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકની પહેલી પત્ની પણ હતી ભારતીય, છૂટાછેડા આપ્યા વગર જ સાનિયા સાથે કર્યા હતા લગ્ન

પહેલી પત્નીની તસવીરો જોઈને માથું પકડી લેશો, અરરર સાવ આવી

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે કંઇ ઠીક નથી ચાલી રહ્યુ. સતત એવી ખબર સામે આવી રહી છે કે, બંને જલ્દી જ છૂટાછેડા લેવા જઇ રહ્યા છે. પાકિસ્તાન અને યૂએઇ મીડિયામાં તો એ પણ સામે આવી ગયુ છે કે બંને અલગ થઇ ગયા છે. જો કે, સાનિયા અને શોએબ બેમાંથી કોઇએ આ વાતની ઓફિશિયલ પુષ્ટિ કરી નથી. સાનિયા અને શોએબના નિકાહ વર્ષ 2010માં થયા હતા. ત્યારથી અત્યાર સુધી 12 વર્ષના સંબંધમાં હવે ખટાશ આવી ગઇ છે. બંનેનો ચાર વર્ષનો દીકરો ઇઝાન મિર્ઝા મલિક પણ છે.

પરંતુ શું તમે જાણો છે કે સાનિયા મિર્ઝા શોએબ મલિકની પહેલી પત્ની નહિ પણ બીજી પત્ની છે. જણાવી દઇએ કે, શોએબે સાનિયા સાથે બીજા લગ્ન કર્યા હતા. તેની પહેલી પત્ની પણ ભારતીય હતી. તેના પહેલા લગ્ન આયશા સિદ્દીકી સાથે હૈદરાબાદમાં થયા હતા. આ મામલો સૌથી પહેલા ત્યારે સામે આવ્યો, જ્યારે સાનિયા-શોએબના વર્ષ 2010માં લગ્ન થયા.ત્યારે આયશાએ સામે આવીને જણાવ્યુ હતુ કે તે શોએબની પહેલી પત્ની છે અને છૂટાછેડા લીધા વગર તે બીજા લગ્ન ન કરી શકે.

તે સમયે શોએબે આયશા સાથે કોઇ પણ સંંબંધમાં હોવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ મામલો આગળ વધ્યા બાદ તેણે આયશા સાથે છૂટાછેડા લીધા હતા. શોએબે સાનિયા સાથે લગ્ન બાદ પહેલી પત્ની આયશા સાથે છૂટાછેડા લીધા હતા. જણાવી દઇએ કે, આ પૂરા મામલા દરમિયાન આયશાએ જણાવ્યુ હતુ કે તે મોટી(જાડી) છે એટલે શોએબ તેને પસંદ નથી કરતો. ઘણા ઓછો લોકો એ વાત જાણે છે કે પહેલી મુલાકાતમાં સાનિયાએ શોએબને ભાવ નહોતો આપ્યો. આ વાત પોતે શોએબે કબૂલી હતી.

એક પાકિસ્તાની શોના ઇન્ટરવ્યુમાં શોએબ અને સાનિયાએ આ વાતો શેર કરી હતી. શોએબે જણાવ્યુ ગતુ કે, તે બંને પહેલીવાર 2003માં મળ્યા હતા, ત્યારે સાનિયાએ તેને બિલકુલ ભાવ નહોતો આપ્યો. આ પર સાનિયાએ કહ્યુ કે, ત્યારે ક્રિકેટરની કેવી ઇમેજ હતી તે બધાને ખબર છે. આ માટે મારે બચીને રહેવુ પડ્યુ હતુ. સાનિયા અને શોએબ વચ્ચે વાતચીતનો સિલસિલો વર્ષ 2009માં શરૂ થયો. જ્યારે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં બંને આમને સામને આવ્યા હતા. વાતચીતનો સિલસિલો આગળ વધ્યો અને લગ્ન પર જઇ રોકાયો. સાનિયા અને શોએબે 12 એપ્રિલ 2010ના રોજ એક પારંપારિક સમારોહમાં લગ્ન કર્યા હતા.

આ લગ્ન હૈદરાબાદમાં થયા હતા. લગ્નના 8 વર્ષ બાદ વર્ષ 2018માં તેણે દીકરા ઇઝાન મિર્ઝા મલિકને જન્મ આપ્યો. ઇઝાન હવે ચાર વર્ષનો થઇ ગયો છએ. જો મીડિયા અહેવાલો સાચા છે કે શોએબ મલિકે સાનિયાને દગો આપ્યો છે તો એવું કહેવુ ખોટુ નહિ હોય કે પહેલી પત્ની બાદ તેણે બીજી પત્ની સાનિયાને પણ દગો આપ્યો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શોએબે એક ટીવી ચેનલના શો દરમિયાન સાનિયાને દગો આપ્યો. શોએબ મલિક અને મોડલ આયશા ઉમર બંનેનું અફેર ચાલી રહ્યુ હોવાનું હાલ સામે આવી રહ્યુ છે. તે બંનેની ઘણી બોલ્ડ તસવીરો પણ સામે આવી છે. શોએબે ફોટોશૂટ પર કહ્યુ હતુ કે, આયશાએ તેને ફોટોશૂટ દરમિયાન ઘણી મદદ કરી હતી.

Shah Jina