ખબર

પાકિસ્તાની ક્રિકેટર અને ભારતીય સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકનો અક્માત, પૂર ઝડપે જતી સપોર્ટ કર ટ્રકમાં ઘુસી ગઈ

સાનિયા મિર્ઝાના શોહરનો થયો ભયંકર અકસ્માત, માંડ માંડ બચ્યો? જુઓ વીડિયો

પાકિસ્તાની ટીમના પૂર્વ કપ્તાન અને ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકને રવિવારના રોજ લાહોરની અંદર એક અકસ્માત નડ્યો હતો.

Image Source

માહિતી પ્રમાણે મલિકની સપોર્ટ કાર રોડ કિનારે ઉભેલા એક ટ્રક સાથે ટકરાઈ હતી.  આ અકસ્માતની અંદર શોએબની કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઈ છે, પરંતુ શોએબનો બચાવ થયો છે. ખબરો પ્રમાણે શોએબ મલિકની સ્પોર્ટ કાર ખુબ જ ઝડપમાં હતી, જેના કારણે અચાનક જ સંતુલન બગડી જવાના કારણે કાર ટ્રકમાં જઈને અથડાઈ હતી. આ ઘટના વખતે શોએબ પાકિસ્તાની સુપર લીગના પ્લેયર ડ્રાફ્ટ કાર્યક્રમમાંથી ઘરે જઈ રહ્યો હતો.

આ દુર્ઘટના નેશનલ હાઈ પર્ફોમન્સ સેન્ટરની પાસે બની છે. તો આ તરફ શોએબે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

પાકિસ્તાની ન્યુઝ ચેનલ સમાના જણાવ્યા પ્રમાણે શોએબ રેસ કરતા દરમિયાન આ દુર્ઘટનાનો શિકાર બન્યો છે. કાર્યક્રમ બાદ વહાબ રિયાઝ અને શોએબ મલિક પોત-પોતાની કારથી ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની વચ્ચે રેસ લાગી અને તેવામાં જ શોએબને અકસ્માત થયો હતો. સારી વાત એ છે કે શોએબ મલિક બચી ગયો હતો.