મનોરંજન

‘ડ્રેસ’ પહેરવા માટે દીપિકા પર શોએબ ઇબ્રાહિમના ફેમિલી વાળા કરે છે દબાણ? આખરે ખુલ્યું રાઝ

દેશમાં ફેલાયેલા કોરોનો વાયરસને કારણે લોકડાઉન થવાને કારણે દરેક વ્યક્તિ પોતાના ઘરે જ બેસેલી છે, ત્યારે ટીવીથી લઈને બોલિવૂડ સુધીના બધા જ કામો બંધ છે. સેલેબ્સ પણ લોકો સાથે વાત કરવામાં અસમર્થ છે. તો હવે તેઓ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે વાતચીત કરી રહ્યા છે. ટીવીના લોકપ્રિય અભિનેતા શોએબ ઇબ્રાહિમે ‘અસ્ક મી કવેશ્ચન’ દ્વારા તેમના ચાહકો સાથે વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shoaib Ibrahim (@shoaib2087) on

‘અસ્ક મી કવેશ્ચન’ દરમિયાન શોએબ ઇબ્રાહિમ તેના ચાહક પર ભડકી ગયો. આ ચાહકે ઇબ્રાહિમને તેની પત્ની એટલે કે અભિનેત્રી દીપિકા કક્કરના ડ્રેસ અંગે સવાલ પૂછ્યો હતો. જેના પર તે ખૂબ ગુસ્સે થયો અને સણસણતો જવાબ આપ્યો. એક યુઝરે શોએબ ઇબ્રાહિમને પૂછ્યું, ‘દીપિકા હંમેશાં સલવાર સૂટમાં કેમ હોય છે… શું તમારો પરિવાર દબાણ આપે છે?’ આના પર શોએબે જવાબ આપતા લખ્યું, ‘તમને આનો જવાબ આપવો હું જરૂરી નથી સમજતો. સત્ય હું જાણું છું અને મારી પત્ની જાણે છે… બાકી જેવા જેના વિચારો. ઉપરવાળો તમને ખુશ રાખે.’

Image Source

શોએબના આ જવાબ પર ઘણા ચાહકોએ તેમનું સમર્થન કર્યું છે. આ પછી બીજા યુઝરે પૂછ્યું કે તમે ટ્રોલરોને કેવી રીતે હેન્ડલ કરો છો? શોએબે આને જવાબ આપ્યો, ટ્રોલર્સને શું છે, તેઓ નવરા બેઠા છે અને બીજાની ખુશીથી બળતરા કરે છે, તો આનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે આને બસ અવગણો. અને જો પ્રેમ છે, તો જીવન સુંદર છે.

Image Source

જણાવી દઈએ કે શોએબ સાથે લગ્ન કર્યા બાદ દીપિકા રમઝાનથી લઈને ઈદ સુધીના તમામ રીતિ રિવાજો નિભાવે છે. તે રમજાન દરમિયાન દર વર્ષે તસ્વીરો શેર કરે છે. 22 ફેબ્રુઆરી 2018ના રોજ દીપિકાએ શોએબ સાથે મુસ્લિમ રિવાજો સાથે લગ્ન કર્યા હતા.