શુ પ્રેગ્નેટ છે ટીવી અભિનેત્રી દીપિકા કક્કર ? પતિ શોએબ ઇબ્રાહિમે તોડી ચુપ્પી

“સસુરાલ સિમર કા” ની દીપિકા કક્કર પતિ શોએબ ઇબ્રાહિમથી ગર્ભવતી છે? પતિ શોએબે તોડી ચુપ્પી અને જણાવી હકિકત

“સસુરાલ સિમર કા” ફેમ ટીવી અભિનેત્રી દીપિકા કક્કરને લઇને ખબરો ચાલી રહી છે કે તે પ્રેગ્નેટ છે. કેટલાક ચાહકો અને સંબંધીઓના સવાલ બાદ પોતે દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમે જણાવ્યુ છે કે, આખરે હકિકત શુ છે.

શોએબ ઇબ્રાહિમે હાલમાં જ ચાહકો સાથે એક સરપ્રાઇઝ લાઇવ સેશન કર્યુ. આ વીડિયોમાં બંનેએ પ્રેગ્નેંસીની ખબરોને જૂઠી જણાવી. સાથે જ તેમણે કહ્યુ કે, તેમની લાઇફ સાથે જોડાયેલ ખબર તે ચાહકો સાથે પોતે શેર કરશે, હાલ આ ખબરોમાં કોઇ હકિકત નથી.

દીપિકા કક્કરની પ્રેગ્નેંસીની ખબર સોશિયલ મીડિયા પર ફેલાતા જ કપલને લોકો શુભકામના આપી રહ્યા હતા. ચાહકો સાથે સાથે સંબંધીઓ અને નજીકના મિત્રો પણ શુભકામના આપવા લાગ્યા હતા. સાથે જ આ ખબર છૂપાવવા માટે તેઓ ફરિયાદ પણ કરી રહ્યા હતા.

આ ખબરોથી પરેશાન થઇને અભિનેત્રી દીપિકા કક્કર અને તેમના પતિ તથા અભિનેતા શોએબ ઇબ્રાહિમે યુટયૂબ પર એક વીડિયો બનાવી શેર કર્યો, જેમાં બંનેએ હકિકત જણાવી. શોએબે આ ખબરો પર ચુપ્પી તોડી અને કહ્યુ કે, જયારે તેમના તરફથી ગુડ ન્યુઝ હશે તો તે ચાહકો સાથે શેર કરશે.

સાથે જ કહ્યુ કે, જે રીતે તે બંને તેમના સાથે જોડાયેલી વાતો શેર કરે છે, તેમ જ તેઓ પ્રેગ્નેંસીની ખબર પણ શેર કરશે. આ ઉપરાંત જૂઠી ખબર ના ફેલાવવાની પણ અપીલ કરી.

તમને જણાવી દઇએ કે, દીપિકા કક્કર અને પતિ શોએબ ઇબ્રાહિમ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને બંને ઘણા વીબ્લોગ્સ બનાવીને તેમની લાઇફ સાથે જોડાયેલ બધી અપડેટ આપતા રહે છે.

ચાહકો આ કપલને ઘણા પસંદ કરે છે. જો કે, હાલ તો આ દિવસોમાં દીપિકા “સસુરાલ સિમર કા 2″માં જોવા મળી રહી છે. આ પહેલા તો શોના પહેલા સિઝનમાં પણ જોવા મળી હતી. દીપિકા “બિગબોસ”ના વિનર પણ રહી ચૂકી છે.

Shah Jina