ક્રિકેટના મેદાન સુધી પહોંચી ગયો ‘ડોલી ચાયવાલા!’ શોએબ અખ્તરને પિવડાવી ચા, બાદમાં પૂછ્યો આવો પ્રશ્ન, જુઓ

સોશિયલ મીડિયા સેન્સેશન ડોલી ચાયવાલા કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. બિલ ગેટ્સને ચા પીરસ્યા પછી, તેમનું નસીબ એટલું બદલાઈ ગયું કે તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. લાખો ફોલોઅર્સ ધરાવતો ડોલી ઘણીવાર પોતાના વીડિયોથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. ત્યારે, ફરીએક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરને ચા પીરસતો જોવા મળે છે.

તે ઇન્ટરનેશનલ લીગ T20 દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને મળ્યો હતો. આ મુલાકાત ગલ્ફ જાયન્ટ્સ અને MI અમીરાત વચ્ચેની મેચ પહેલા થઈ હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શોએબ અખ્તર અને ડોલી ચાયવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર હસતા અને મજાક કરતા જોવા મળે છે. એક હાથમાં, શોએબે ડોલી દ્વારા બનાવેલી ચાનો કપ પકડ્યો છે અને બીજા હાથમાં, તેણે કેમેરા પકડ્યો છે.

ડોલી ચાયવાલાને અખ્તર કહે છે કે, નાગપુરથી અમારા ખૂબ જ પ્રિય મિત્ર, જે ખૂબ જ પ્રખ્યાત છે, મને મળવા આવ્યા છે. આ પછી શોએબ ડોલીને પૂછે છે, શું તેં મારા મેચ જોયા છે? આના પર ડોલી ઝડપથી જવાબ આપે છે કે હા સાહેબ, મેં તમારા ઘણા મેચ જોયા છે. ત્યારબાદ અખ્તરે પૂછ્યું કે, શું તમને મારા મેચ જોવાની મજા આવી? ડોલી હસતાં હસતાં જવાબ આપે છે કે હા સાહેબ, ખૂબ મજા આવી!

“જ્યારે મેં સચિનને ​​આઉટ કર્યો હતો”

પરંતુ આ પછી શોએબ અખ્તરે તે પ્રશ્ન પૂછ્યો જેના કારણે આ વીડિયો વાયરલ થયો. તેણે ડોલીને પૂછ્યું, જ્યારે મેં સચિનને ​​આઉટ કર્યો ત્યારે તને ખરાબ લાગ્યું હતું? ડોલીએ વિલંબ કર્યા વિના કહ્યું – હા સાહેબ! બસ પછી શું! આ વીડિયો વાયરલ થયો. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર રમુજી ટિપ્પણીઓ પણ આપી રહ્યા છે. અખ્તર અને ડોલી ચાયવાલાની આ અનોખી મુલાકાત ક્રિકેટ અને સોશિયલ મીડિયા ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.

Twinkle