પૌત્ર પૃથ્વી અંબાણીને ખોળામાં ઉઠાવી મુકેશ અંબાણી પ્રેગ્નેટ વહુ શ્લોકા મહેતા સાથે પહોંચ્યા સિદ્ધિવિનાયક દર્શન કરવા- તસવીરો અને વીડિયોમાં સાદગી જોઇ દિલ હારી બેસશો

મુકેશ અંબાણી પૌત્ર-વહુ સાથે પહોંચ્યા સિદ્ધિવિનાયક મંદિર, વીડિયો થયો વાયરલ

Pregnant Shloka visits Siddhivinayak : દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ધર્મમાં કેટલો માને છે, તે તો સૌ કોઇ જાણે જ છે. વાર-તહેવાર કે પછી કોઇ ખાસ પ્રસંગે મુકેશ અંબાણી ઘણીવાર મંદિર જાય છે અને ભગવાનના આશીર્વાદ લે છે, ત્યારે હાલમાં મુકેશ અંબાણી આજે એટલે કે બુધવારે તેમના પૌત્ર પૃથ્વી અંબાણી અને મોટી વહુ શ્લોકા મહેતા સાથે મુંબઇના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.

આ દરમિયાન ત્રણેયે બપ્પાના દર્શન કરી આશીર્વાદ લીધા. મુકેશ અંબાણી બાપ્પાના દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા તે સમયે તેઓ તેમના પૌત્ર પૃથ્વીને ખોળામાં લઈને ચાલતા જોવા મળ્યા હતા. પુત્રવધૂ શ્લોકા અને પૌત્ર પૃથ્વી સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચેલા મુકેશ અંબાણી સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા.

તો પૃથ્વી યલો ટી-શર્ટ અને લાલ શોર્ટ્સમાં ક્યૂટ લાગી રહ્યો હતો. આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા સલવાર સૂટ અને પિંક દુપટ્ટામાં જોવા મળી હતી. જણાવી દઇએ કે, મુકેશ અંબાણીની મોટી વહુ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા ગર્ભવતી છે અને ટૂંક સમયમાં બીજા બાળકની માતા બનવા જઈ રહી છે.

શ્લોકા અને આકાશ અંબાણીએ એપ્રિલમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન બીજી પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી અને આ દરમિયાન શ્લોકા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ માર્ચ 2019માં લગ્ન કર્યા.

ડિસેમ્બર 2020માં કપલે તેમના પહેલા પુત્ર પૃથ્વીનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતુ. ત્યારે હવે આ કપલ તેમના બીજા બાળકનું જલ્દી જ સ્વાગત કરવા જઇ રહ્યા છે અને અંબાણી પરિવારમાં ફરી એકવાર નાના મહેમાનની કિલકારી ગુંજવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina