ખુશખબરી: શું ફરી એકવાર અંબાણી પરિવારમાં ગુંજવાની છે નાના મહેમાનની કિલકારી ? જુઓ તસવીરો ફટાફટ

ઉલ્લેખનીય છે કે, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)નું ભવ્ય લોન્ચિંગ 31 માર્ચે મુંબઈમાં થયું હતું. અંબાણી પરિવારની આ ઈવેન્ટમાં ઘણી મોટી હસ્તિઓ સામેલ થઇ હતી. આ ખાસ ઇવેન્ટમાં બી-ટાઉનના ઘણા એ-લિસ્ટ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં અંબાણી પરિવાર એકદમ રોયલ લુકમાં પહોંચ્યો હતો. મુકેશ અંબાણીનો આખો પરિવાર ઈવેન્ટ દરમિયાન પરંપરાગત પોશાકમાં જોવા મળ્યો હતો. જો કે, આ બધાની વચ્ચે મુકેશ અંબાણીની મોટી વહુ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ ધ્યાન દોર્યું હતું.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ છે. આ દંપતીના નાના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઇ છે અને તેમની દીકરી ઈશા અંબાણીના ત્યાં જોડિયા બાળકો પધાર્યા છે, ત્યારે હવે દંપતિના મોટા પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતાનો પરિવાર પણ વધવા જઇ રહ્યો છે. શ્લોકા મહેતા અને આકાશ અંબાણી ફરી એકવાર માતા-પિતા બનવાના છે. આ કપલ NMACCના લોન્ચ પર મીડિયા માટે પોઝ આપતા જોવા મળ્યા હતા,

જ્યાં શ્લોકા મહેતાએ સુંદર સાડીમાં તેના બેબી બંપને ફ્લોન્ટ કર્યો હતો. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પૃથ્વી અંબાણી બાદ હવે તેમના પરિવારમાં વધુ એક નવો મહેમાન આવવાનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આકાશ અંબાણી ગ્રીન આઉટફિટમાં જોવા મળી રહ્યો છે અને તેની પત્ની શ્લોકાએ સુંદર સાડી પહેરી છે અને સાથે હેવી જ્વેલરી પણ કેરી કરી છે.

શ્લોકા મહેતા અને આકાશ સ્માઇલ સાથે પેપરાજીને પોઝ આપી રહ્યા છે અને બંને ખૂબ જ સુંદર પણ લાગી રહ્યા છે. ત્યારે આ વીડિયો વાયરલ થયા બાદ અનેક યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “તે ગર્ભવતી લાગે છે.” બીજાએ લખ્યું, “બીજું બાળક.” અન્ય એક યુઝરે લખ્યું, “શું તે ગર્ભવતી છે?” સારા સમાચાર ટૂંક સમયમાં આવી રહ્યા છે. ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર શ્લોકા મહેતાની બીજી પ્રેગ્નેંસીને લઈને અટકળો ચાલી રહી છે.

જો કે અંબાણી પરિવારે આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. જણાવી દઈએ કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા. આ કપલના લગ્નમાં દેશ અને દુનિયાના તમામ સેલેબ્સ પહોંચ્યા હતા. તેમના લગ્નને લઈને ઘણી ચર્ચાઓ પણ ખાસ્સા એવા દિવસો સુધી થઈ હતી. કપલે 10 ડિસેમ્બર 2020ના રોજ તેમના પહેલા પુત્ર પૃથ્વી અંબાણીનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina