દેશના સૌથી મોટા હીરાના વેપારી રશેલ મહેતા અને એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રવધુ શ્લોકા મહેતા આજકાલ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી.

શ્લોકા મહેતાના લગ્ન આકાશ અંબાણી સાથે થયા છે ત્યારથી તે કોઈને કોઈ કારણે લાઇમલાઇટમાં રહે છે. શ્લોકા મહેતા કયારેક આકાશ અંબાણી સાથે રોમેન્ટિક તસ્વીરને કારણે તો કયારેક તેની ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે.

શ્લોકા મહેતાની તસ્વીર ચર્ચામાં રહેતી હોય છે. આ વચ્ચે શ્લોકા મહેતાની જૂની તસ્વીર વાયરલ થઇ રહી છે. આ તસ્વીર હાલની નથી પરંતુ લગ્ન પહેલાની છે.

હાલમાં જ શ્લોકા મહેતાની એક જૂની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં શ્લોકા મહેતા મુંબઈના રેલવે સ્ટેશન પર પેઇન્ટિંગ કરતી નજરે ચડે છે. આ તસ્વીરમાં શ્લોકા સાથે આકાશ અંબાણી પણ નજરે ચડે છે. શ્લોકા મહેતા સાથે તેના મિત્રો પણ નજરે ચડે છે.

જણાવી દઈએ કે, આ વાયરલ થઇ રહેલી તસ્વીર મુંબઈના એક રેલવે સ્ટેશન પરની ઓક્ટોબર 2016ની છે. દાન ઉત્સવ દરમિયાન શ્લોકા મહેતાએ સીએફ ટિમ સાથે મુંબઈ સૈન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશનને પેન્ટ કર્યું હતું.

આ તસ્વીરોમાં શ્લોકા મહેતા સફેદ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યું છે. હાથમાં બ્રશ સાથે તસ્વીરમાં શ્લોકા મહેતા મિત્રો સાથે હસતી નજરે ચડે છે.

શ્લોકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને સામાન્ય લોકોનું જીવન જીવવું વધુ પસંદ છે. આ પરથી કહી શકાય કે, શ્લોકા મહેતા અમીર ખાનદાનની દીકરી અને વહુ હોવા છતાં કોઈ પણ પ્રકારનું અભિમાન નથી.

શ્લોકા મહેતા બહુજ સાધારણ જીવન જીવે છે તો બીજી તરફ તેના શોખ પણ સાધારણ છે.શ્લોકાએ કહ્યું હતું કે, ચેરિટી અને માનવ પ્રેમ બન્ને અલગ-અલગ શબ્દ છે તો એનો મતબલ પણ અલગ-અલગ થાય છે.

જો તમે ચેરિટી કરો છો તો તમે તે વ્યક્તિની તુરંત જ મદદ કરી શકો છો.પરંતુ તમે જો તમે માનવ પ્રેમની ભાવના રાખો છો તો તે વ્યક્તિને ખુદથી જોડી શકો છો. હું ચેરિટી કરું છું છતાં પણ મને માનવપ્રેમ પર વધુ ભરોસો છે.