જીવનશૈલી

અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, લાલ શોર્ટ ડ્રેસની 10 તસવીરો વાઇરલ થઇ

દેશના જાણીતા ઉધોગપતિ મુકેશ અંબાણીના પરિવારનો કોઈને કોઈ સભ્ય હંમેશા ચર્ચામાં રહે છે. નીતા અંબાણી ક્યારેક તેની ડ્રેસિંગ સેન્સમાં કારણે તો કયારેક તેની પર્સની કિંમત તો કયારેક તેની સવારની ચાને કારણે ચચમાં રહે છે. થોડા સમય પહેલા નીતા અંબાણીની પુત્રવધુ શ્લોકા મહેતાની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ તસ્વીરમાં શ્લોકા રેલવે સ્ટેશન પર પેઇન્ટિંગ કરતી નજરે ચડે છે. ત્યાર હાલમાં જ શ્લોકા મહેતાની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

સામાન્ય રીતે તો શ્લોકા મહેતા તેની ડ્રેસિંગ સેન્સને લઈને જાણવામાં આવે છે. શ્લોકા વધુ પડતી ટ્રેડિશનલ લુકમાં જ જોવા મળે છે.પરંતુ હાલમાં જ શ્લોકાનો લાલ રંગના શોર્ટ ડ્રેસમાં નજરે ચડી હતી. શ્લોકાએ તેના આ લુકને પૂર્ણ કરવા માટે લાલ રંગની લિપસ્ટિક સાથે લાઇટમેકઅપ કરી તેના લુકને પૂર્ણ કર્યો હતો.
શ્લોકોની આ તસ્વીર તેની મેકઅપ આર્ટિસ્ટ પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસ્વીરમાં શ્લોકા તેની મેકઅપ આર્ટિસ્ટ સાથે નજરે ચડે છે.

શ્લોકા આ પહેલા દિવાળી પાર્ટીની તસ્વીરમાં પણ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. અંબાણી પરિવારની આ પહેલી પાર્ટી હતી જેમાં શ્લોકા અને આકાશ અંબાણી એક સાથે નજરે આવ્યા હતા. જણાવી દઈએ કે, આકાશ અને શ્લોકાના લગ્ન આ વર્ષે 9 માર્ચના દિવસે થયા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.