શ્લોકા મેહતાના પરિવારની તસ્વીરો પહેલીવાર આવી સામે
દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિઓમાંના એક એવા રિલાયંસ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી દાદા બની ગયા છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે પુત્રને જન્મ આપ્યો હતો.
અંબાણી પરિવાર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા લગ્ન બાદ ચર્ચામાં રહે છે. શ્લોકા મહેતા ક્યારેક તેની સાસુ નીતા અંબાણી સાથે જોવા મળે છે તો ક્યારેક તે આકાશ અંબાણીસાથે સ્પોટ થતી રહે છે. શ્લોકા માટે ચર્ચામાં રહેવું એક સામાન્ય વાત થઇ ગઈ છે. શ્લોકાના સસરાવાળા એટલે કે અંબાણી પરિવાર વિષે તો બધા જાણે છે પરંતુ તેના માવતર એટલે કે મેહતા પરિવાર વિષે બહુ ઓછા લોકો જાને છે.
View this post on Instagram
આવો જોઈએ શ્લોકા મહેતાના પરિવારજનોની તસ્વીર.
આ તસ્વીરમાં શ્લોકા મહેતાના પિતા અને હીરા વેપારી રસેલ મેહતા નજરે આવી રહ્યા છે. આ તસ્વીરમાં તે મોના મેહતા સાથે નજરે આવે છે. રસલે મેહતા દેશના સૌથી મોટા હીરા વેપારી અને રોઝી બ્લુ ડાયમંડના માલિક છે.

આ તસ્વીરમાં શ્લોકાની માતા મોના મહેતા નજરે ચડે છે. મોના મેહતાને જોયા બાદ કહી શકાય છે કે, શ્લોકા તેની માતા જેવી જ લાગી રહી છે. શ્લોકા તેની માતાની બહુ નજીક છે. શ્લોકા તેની માતાની ઘણી નજીક છે. જણાવી દઈએ કે, શ્લોકા રોજી બ્લુ ડાયમંડ કંપનીની બોર્ડ ઓફ ડાયરેક્ટર અને કંપનીની કો-ફાઉન્ડર પણ છે.

આ તસ્વીરમાં શ્લોકાની બહેન દિયા મેહતા નજરે આવી રહી છે. શ્લોકાને 2 મોટી બહેન છે. દિયા ઈશા અંબાણીની ઘણી નજીક છે. અને બંને એકબીજાને ઘરે આવતી જતી રહે છે. આ દરમિયાન જ આકાશ અને શ્લોકાની મુલાકાત થઇ હતી અને આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. દિયાના લગ્ન આયુષ જાતીય સાથે થયા છે, જે અમિત જાતિયાનો દીકરો છે. આયશ હાર્ડકેસ્ટલ રેસ્ટોરન્ટના એમડી છે. આ કંપની પાસે McDonalds ફ્રેન્ચાઇઝી છે.

આ તસ્વીરમાં શ્લોકાનો ભાઈ વિરાજ મેહતા અને તેની પત્ની નિશા મેહતા નજરે આવી રહી છે. નિશા અને વિરાજને 2 દીકરીઓ છે. શ્લોકાના લગ્ન દરમિયાન આ બંને બાળકીઓને ઘણી વાર જોવામાં આવી છે. શ્લોકાની ભાભી પણ બહુ જ ખુબસુરત છે પરંતુ તે પણ લાઈમલાઈટથી દૂર રહે છે. વિરાજ તેનો ફેમિલી બિઝનેસ સંભાળે છે.
