દેશના જાણીતા ઉધોગપતિ મુકેશ અંબાણીના પરિવારનો કોઈને કોઈ સભ્ય હંમેશા ચર્ચામાં રહે છે.
નીતા અંબાણી ક્યારેક તેની ડ્રેસિંગ સેન્સમાં કારણે તો કયારેક તેની પર્સની કિંમત તો કયારેક તેની સવારની ચાને કારણે ચચમાં રહે છે. થોડા સમય પહેલા નીતા અંબાણીની પુત્રવધુ શ્લોકા મહેતાની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
આ તસ્વીરમાં શ્લોકા રેલવે સ્ટેશન પર પેઇન્ટિંગ કરતી નજરે ચડે છે. ત્યાર હાલમાં જ શ્લોકા મહેતાની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણી કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારના કોઈ ના કોઈ સભ્ય પર ફોટોગ્રાફરની નજર હોય છે. ત્યારે ફરી એકવાર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા સ્પોટ થયા હતા.
શ્લોક મહેતાને બાંદ્રાના કુર્લા કોમ્પ્લેક્સની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણીએ વ્હાઇટ ટી શર્ટ અને બ્લુ ડેનિમ પ્લાઝો કેરી કર્યા હતા, સાથે જ બ્લુ શૂઝ અને બ્લુ મીની બેગ કેરી કર્યું હતું. શ્લોક મહેતા મેકઅપ વગર અને ખુલ્લા વાળમાં સ્પોટ થઇ હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે, મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ આ માર્ચે શ્લોકા મહેતા સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલ રોમાન્સના નવા ચહેરા બનીને બહાર આવ્યા છે. જયારે આ કપલ સેલેબ્રીટી સાથે હોય છે ત્યારે બધું ધ્યાન આ કપલ પર હોય છે. આકાશના લગ્નમાં દેશ-વિદેશની હસ્તીઓ સામેલ થઇ હતી. આ શાહી લગ્ન પહેલા સ્વિઝર્લેન્ડમાં પ્રિ-વેડિંગ ફંક્શન રાખ્યું હતું. આ બન્નેના લગ્ન મુંબઈના જીઓ સેન્ટરમાં થયા હતા.
આકાશ અને શ્લોકા બાળપણથી જ એકબીજાને જાણે છે. શ્લોકાએ ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે. શ્લોકા 2009માં કેમ્બ્રિજ બોર્ડમાં અંગ્રેજીની ટોપર રહી હતી.
જણાવી દઈએ કે,શ્લોકા જાણીતા હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી છે. શ્લોકા રોજી બ્લુ ફાઉન્ડેશનની ડાયરેક્ટર પણ છે. આકાશે ગોવા કેક રિસોર્ટમાં શ્લોક મહેતાને પહેલી વાર પ્રપોઝ કર્યું હતું.
9 માર્ચના રોજ મુંબઈમાં આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા હતા. આ શાહી લગ્નમાં દેશ અને વિદેશની બધી મોટી વ્યક્તિઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. લગ્ન પહેલા સ્વિટ્ઝર્લૅન્ડમાં પ્રિવેડિંગ ફંક્શન રાખવામાં આવ્યું હતું. આ ફંક્શન સેન્ટ મોરિટ્ઝમાં થયું હતું. આ ફંકશનના કેટલાક ફોટા હવે સામે આવ્યા છે.
મોટા લોકોના શોખ પણ એવા વિચિત્ર હોય છે કે આપણને જોઈને વિચાર આવે કે આવી બેતૂકી વસ્તુઓનો અર્થ શું હોય, પણ એ લોકો મોટા લોકો છે અને તેમની પાસે પૈસા છે, એ કઈ પણ કરી શકે. ત્યારે આજકાલ શ્લોકા મહેતાનું પર્સ ખૂબ જ ચર્ચાઓમાં ચાલી રહ્યું છે.
કેટલાક દિવસો પહેલા ઈશા અંબાણીએ પોતાના મુંબઈ સ્થિત ઘરે એક ઓક્શન ઇવેન્ટ રાખી હતી, જેમાં અંબાણી પરિવારની સાથે જ મોટી સંખ્યામાં બોલિવૂડની હટસીઓ પણ સામેલ થઇ હતી. આ દરમ્યાન અંબાણી પરિવારની વહુ શ્લોકા અંબાણી બ્લેક રંગના શિમરી ડ્રેસમાં જોવા મળી હતી, અને સાથે એક સુંદર મીની પર્સ કેરી કર્યું હતું. સાથે શ્લોકાએ પીપ ટો હિલ્સ અને ડાયમંડના ઈયરરિંગ્સ પહેર્યા હતા.

શ્લોકા અંબાણીનો ડ્રેસ પ્રખ્યાત ડિઝાઈનર Elie saab એ ડિઝાઇન કર્યો હતો. પરંતુ તેના દરેક કરતા તેના પર્સે લોકોનું ધ્યાન વધુ આકર્ષિત કર્યું હતું. શ્લોકાએ એક કલરફુલ બૂમબોક્સ શેપ્ડ પર્સ કેરી કર્યું હતું, જેની કિંમત 4.50 લાખ રૂપિયા હતી, આ પર્સ પ્રખ્યાત અમેરિકન ફેશન ડિઝાઈનર Judith Leiber એ ડિઝાઇન કર્યું છે.

નોંધનીય છે કે આ ઇવેન્ટમાં અનિલ કપૂર, સોનમ કપૂર, શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, કરિશ્મા કપૂર, નેહા ધૂપિયા, ભૂમિ પેડનેકર જેવા સિતારાઓએ હાજરી આપી હતી.