જીવનશૈલી

અંબાણી પરિવારની વહુ શ્લોકા જીવે છે આવું જીવન, તમે પણ થઇ જશો તેના ચાહક

આજે સવારે આકાશ અંબાણીનાં પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે. અંબાણી પરિવારના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે ભગવાન કૃષ્ણના આશીર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણીના ઘરે પુત્રનો જન્મ થયો છે. પ્રથમવાર દાદા-દાદી બનવાથી નીતા અને મુકેશ અંબાણી ખુબ જ ખુશખુશાલ છે.

અંબાણી પરિવારના સભ્યો તેમની લાઈફ સ્ટાઇલને લઈને હેમેશા ચર્ચામાં રહેતા હોય છે. તો મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે.

Image Source

આકાશ અને શ્લોકા બંને 4 વર્ષની ઉંમરથી જ સાથે સાથે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણ્યા છે. ત્યારબાદ શ્લોકાએ 2009માં ન્યુ જર્સીની પ્રિન્સ્ટન યુનિવર્સીટીમાં આગળનો અભ્યાસ કર્યો. તે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સથી લોમાં માસ્ટર પણ છે. શ્લોકા અને આકાશના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા.

Image Source

2016ની અંદર શ્લોકા અને તેના મિત્ર મનીતી મોદીએ મળીને ConnectFor NGOની શરૂઆતકરી હતી. જેને એશિયાના સૌથી મોટા ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ Ketto તરફથી બેસ્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ પણ મળી ચુક્યો છે.

Image Source

શ્લોકા મહેતા દેશના સૌથી દિગ્ગજ હીરા કારોબારી રશેલ મહેતાની દીકરી છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના ઘરની વહુ હોવાની સાથે સાથે તે એક બિઝનેસ વુમન પણ છે. તે રોજી બ્લુ ફાઉન્ડેશનના ડાયરેક્ટરની પોસ્ટ ઉપર કામ કરી રહી છે. આ ઉપરાંત તે ConnectFor NGOની ફાઉન્ડર પણ છે. અંબાણી અને શ્લોકાનો પરિવાર એક બીજાને બહુ જ પહેલાથી ઓળખે છે. આકાશ અને શ્લોકા બાળપણથી જ સાથે હતા અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયો અને લગ્ન પણ કરી લીધા.

Image Source

અરબોપતિ પરિવારની વહુ હોવા છતાં અને વૈભવી જીવન હોવા છતાં પણ તે જમીન સાથે જોડાયેલી છે. પોતાના એનજીઓ દ્વારા તે ગરીબ અને અસહાય લોકોની મદદ કરે છે. બિઝનેસ અને એનજીઓ સાથે જોડાયેલા કામમાંથી નવરાશ મળવા ઉપર શ્લોકા આઉટિંગ ઉપર પણ જાય છે. પતિ આકાશની જેમ જ શ્લોકાને પણ મોંઘી ગાડીઓનો ખુબ જ શોખ છે. શ્લોકા પાસે બેન્ટલી કાર છે જેની કિંમત 4 કરોડ રૂપિયા છે. શ્લોકા મહેતા પાસે મીની કૂપર અને મર્સીડીસ જેવી વૈભવી ગાડીઓ પણ છે.