મુકેશ અંબાણીની બહુ શ્લોકા અને દીકરી ઈશા આજકાલ પોતાના સ્ટાઈલિશ દેખાવને લઈને ખુબ જ ચર્ચામાં છે, સોશિયલ મીડિયામાં પણ તેમના દેખાવની પ્રસંશા કરતા લોકો થાકતા નથી. ત્યારે મુકેશ અંબાણીની બહેન નીના કોઠારીની દીકરી નયનતારાના પ્રિ-વેડિંગ પાર્ટીમાં ભાભી શ્લોકા સાથે ઈશા અંબાણી પણ સૌના આકર્ષણનું કેન્દ્ર બની તો અંબાણી પરિવારની થનાર વહુ રાધિકા મર્ચન્ટ પણ એક અલગ જ અંદાઝમાં જોવા મળી હતી.

નાયણતારાની આ પ્રિ-વેડિંગ પાર્ટનું આયોજન મુકેશ અંબાણીના બંગલા “એન્ટિલા”માં જ રાખવામાં આવ્યું હતું. બોલીવુડની ઘણી નામી હસ્તીઓ પણ આ પાર્ટીની શાં બની હતી. છતાં પણ આ પાર્ટીમાં સૌનું ધ્યાન ખેંચનાર તો શ્લોકા, ઈશા અને રાધિકા જ રહ્યા હતા. તેમના પહેરવેશ અને આગવા દેખાવના કારણે સૌનું ધ્યાન એમને પોતાની તરફ આકર્ષ્યું હતું.
આ પાર્ટીમાં તૈયાર થયેલા ફોટા તેમની ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શૅર કર્યા હતા. જેને મોટી સંખ્યામાં લોકો લાઈક પણ કરી રહ્યા છે.

વાત કરીએ ઈશા અંબાણીની તો ઈશાએ ક્રીમ રંગનો ફ્લોરલ પ્રિન્ટ જંપ શૂટ જેવું પહેર્યું હતું જેની સાથે તેને સુંદર મેચિંગ દુપટ્ટો અને સ્ટાઈલિશ ડ્રેસના રંગનો જ બેલ્ટ પણ બાંધ્યો હતો.
આ પહેરવેશ સાથે ઈશાએ લાઈટ મેક-અપ, લિપસ્ટિક સાથે ખુલ્લા વાળ અને તેની સાથે સુંદર જ્વલેરી પણ પહેરી હતી. જેના કારણે ઈશાને સામેથી લોકોની નજર હટતી નહોતી। તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.
અંબાણી પરિવારની બહુ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા પણ આ પાર્ટીમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. શ્લોકાએ ડર્ટી પિન્ક રંગના પ્લેન લહેંગા સાથે સ્ટાઈલિશ બ્લાઉઝ સાથે મેચિંગ ઓવર સગ્ર પહેર્યો હતો.
શ્લોકાએ તેના આ દેખાવ સાથે સ્ટાઈલિશ ચોકર અને ઈયરરિંગ્સ પણ પહેર્યા હતા જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.
ઈશા અને શ્લોકા સાથે અંબાણી પરિવારની થનાર વહુ રાધિકા મર્ચન્ટ પણ એક રાણી જેવા દેખાવમાં જોવા મળી હતી. રાધિકા એ લાલ રંગના લહેંગા-ચોલી પહેર્યા હતા. આ સ્પષ્ટ દેખવામાં રાધિકા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.
પોતાના આ દેખાવ સાથે રાધિકાએ લાલ રંગની જ એક વધારે ઓઢણી પણ ઓઢી લીધા જેમાં તે વધુ આકર્ષક દેખાવવા લાગી સાથે તેને લાઈટ મેક-અપ, લિપસ્ટિકની સાથે સ્ટાઈલિશ હર સ્ટાઇલ પણ બનાવી હતી.
આ પાર્ટીમાં શાહિદ કપૂર પણ પોતાની પત્ની મીરા રાજપૂત સાથે જોવા મળ્યો. તે સિવાય અભિષેક બચ્ચન પણ ઐશ્વર્યા સાથે જોવા મળ્યો. તો શાહરુખ ખાન પણ પાર્ટીની શાન બનવા પહોંચ્યો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.