જીવનશૈલી

શોર્ટ ડ્રેસમાં જોવા મળી અંબાણી ખાનદાનની વહુ, કેમેરાની સામે સાસુ સાથે આપ્યો કંઈક આવી રીતે પોઝ- જુઓ બધી જ તસ્વીરો

મુકેશ અંબાણી અને તેના પરિવારજનો ક્યાંકને કયાંક સ્પોટ થતા રહે છે. થોડા દિવસ પહેલા નીતા અંબાણી તેની વહુઓ સાથે એક્ઝિબિશનમાં સ્પોટ થઇ હતી. ત્યારે ફરી એક વાર શ્લોકા મહેતાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

નીતા અંબાણી સામાન્ય રીતે ઇવેન્ટમાં સ્પોટ થતી નજરે ચડે છે. નીતા અંબાણીની ફોટો સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. ત્યારે ફરી એક વાર નીતા અંબાણી પાર્ટીમાં જતી વખતે સ્પોટ થયા હતા.આ દરમિયાન નીતા સાથે તેની વહુ શ્લોકા મહેતા પણ હતી.

નીતા અંબાણી અને શ્લોકા મહેતાએ મેચિંગ ડ્રેસ પહેર્યો હતો. શ્લોકાએ વ્હાઇટ કલરના ટોપ સાથે ગ્રે કલરની શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. તો નીતા અંબાણીએ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. સાસુ-વહુ બંનેએ કૅમૅરા સામે પોઝ આપ્યો હતો.

હાલમાં જ મુકેશ અંબાણીનો પૂરો પરિવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક જનરલ મિટિંગ (એજીએમ)માં પહોંચ્યો હતો. આ મિટિંગમાં મુકેશ અંબાણીની સાથે તેની પત્ની નીતા અંબાણી અને માતા કોકિલાબેન સાથે પોઝ આપ્યો હતો.

એજીએમમાં મુકેશ અને નીતા અંબાણીના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંત અંબાણી પણ હાજર હતા. આકાશ તેની પત્ની શ્લોકા મહેતા સાથે જોવા મળ્યો હતો.

જણાવી દઈએ કે, આકાશ અને શ્લોકાનાં લગ્ન આ વર્ષે 9 માર્ચના મુંબઈના જીઓ સેન્ટરમાં શાહી અંદાજમાં થયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.