1 માર્ચ 2022 મહાશિવરાત્રી રાશિ અનુસાર આ વસ્તુઓ શિવલિંગ ઉપર ચઢાવો…રાતોરાત નસીબ ખુલી જશે

રાશિ અનુસાર આ વસ્તુ શિવલિંગ ઉપર ચઢાવવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે…એકવાર ટ્રાય કરી જુઓ

મહા શિવરાત્રીના તહેવારમાં શિવભક્તો શિવ મંદિરમાં મહાદેવની આરાધના અને જળ અભિષેક કરતા હોય છે.વર્ષ 2022 મહાશિવરાત્રીનો પર્વ 1 માર્ચ મંગળવારના દિવસે આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષ મહાશિવરાત્રીને પંચ ગ્રહી યોગ તરીકે ઓળખવામાં આવે છે. તેથી રાશિમાં મંગળ બુધ શુક્ર ,ચંદ્ર અને શની બિરાજમાન હોય છે. રાશિ અનુસાર શિવજીની ઉપાસના કરવાથી તમને તેનું ફળ વધારે પ્રાપ્ત થાય છે.

રાશિ અનુસાર આ ઉપાય અવશ્ય કરો.

1) મેષ રાશિ:-મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ગંગાજળમાં સાકર અને ગોળ મિક્સ કરીને શિવલિંગ ઉપર અભિષેક કરવો લાભકારી રહેશે. તેમજ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય 108 વાર જાપ કરવો.

2) વૃષભ રાશી:-વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે આ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ગાયના દૂધ અને દહીં થી શિવલિંગ ઉપર અભિષેક કરવો. તેથી જીવનમાં ધન સંબંધિત પરેશાનીઓ દૂર થશે અને તમને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

3) મિથુન રાશિ:- મિથુન રાશિના સ્વામી ગ્રહ બુધ છે .આ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે શેરડી નો રસથી શિવલિંગ ઉપર અભિષેક કરવો.તેમજ શિવલીંગ ઉપર ધંતુરો અર્પિત કરવો જેનાથી તમારી દરેક પરેશાની સમાપ્ત થશે.

4) કર્ક રાશિ:- કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. મહાશિવરાત્રીના દિવસે કર્ક રાશિના જાતકોએ દૂધમાં સાકર થી શિવલિંગ ઉપર અભિષેક કરવો જે તમને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે અને જીવન સુખ-સમૃદ્ધિ મય બનશે.

5) સિંહ રાશિ :-સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીના દિવસે જળમાં ચંદન ઉમેરીને શિવલિંગ ઉપર અભિષેક કરવો.જેથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને મહાદેવનો આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યો રહેશે.

6) કન્યા રાશિ:-કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો મહાશિવરાત્રીના દિવસે જળમાં દુર્ગા ઉમેરીને શિવનો અભિષેક કરવાથી લાભદાયી રહેશે. અને કાર્ય સ્થળ પર સફળતા પ્રાપ્ત થશે.

7) તુલા રાશિ:- તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે .મહાશિવરાત્રીના દિવસે આ રાશિના જાતકો ગાયના ઘીમાં ગુલાબનું ઇત્તર ઉમેરીને શિવલિંગ પર અભિષેક કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનનુ આગમન થશે.

8) વૃશ્ચિક રાશિ :-વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને જળમાં સાકર અને મધ ઉમેરીને શિવલિંગ પર અભિષેક કરવાથી તમારા પરિવારમાં ખુશાલી આવશે .અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

9) ધનુ રાશિ : – ધનુ રાશી નો સ્વામી ગ્રહ શુક્ર છે. આ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે દૂધમાં સાકર ઉમેરી શિવલિંગ પર અભિષેક કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તેમજ તેઓ પંચાક્ષર સ્ત્રોતનો પાઠ કરવો. જેનાથી તમારા કેરિયરમાં સફળતા પ્રાપ્ત થશે.

10) મકર રાશિ:- મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. આ રાશિના જાતકોએ મહાશિવરાત્રી પર આ જળ માં તલ નાખીને શિવલિંગ પર અભિષેક કરવો સાથે સાથે બીલ પત્ર ઉપર સફેદ ચંદન લગાવીને શિવલિંગ પર અર્પિત કરવા.જેનાથી તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

11) કુંભ રાશિ:- કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીના દિવસે પંચામૃત થી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી તમને ધન લાભ પ્રાપ્ત થશે

12) મીન રાશિ :- મીન રાશિનો સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોએ જળમાં કેસર ઉમેરીને શિવલિંગ ઉપર અભિષેક કરવો.જેથી તમારા પરિવારમાં ખુશીઓ આવશે.અને તમને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે . તેમજ ભગવાન શિવને બીલીપત્ર અર્પિત કરવા.

YC