ગાયકળાએ દેશભરમાં ધામધૂમથી શિવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્યો, આ સમયે શિવ મંદિરોમાં ભારે ભીડ પણ ઉમટેલી જોવા મળી, ઠેર ઠેર શિવ ભક્તો શિવજીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા, ત્યારે આવો જ નજારો આપણા ગુજરાતના સોમનાથમાં જોવા મળ્યો હતો. 12 જ્યોતિર્લિંગોમાંના એક સોમનાથ મંદિરને ખુબ જ શાનદાર રીતે શણગારવામાં આવ્યું હતું.
સોમનાથ મંદિરમાં ગઈકાલે શિવરાત્રીના પવન તહેવાર નિમિત્તે સોમનથ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં પ્રારંભથી પુર્ણાહુતી સુધીમાં પ્રથમ મહાદેવની ધ્વજાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલખીયાત્રા રૂપે મહાદેવ નગરચર્ચાએ નીકળ્યા હતા. આજના દિવસે મહાદેવને ખાસ વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો.
જેવી રીતે લગ્નની અંદર વરરાજાને તૈયાર કરવામાં આવે છે એ રીતે મહાદેવને પણ દિવસ દરમ્યાન ભગવાન મહાદેવને રંગબેરંગી પુષ્પો, કમળો, માળાઓ અને જુદી-જુદી પાઘડીઓથી વિશેષ અલૌકિક શણગારોથી તૈયાર કરવામાં આવ્યો હતો અને જે રીતે વરઘોડો નીકળે તેમાં શિવજીને પાલખી યાત્રામાં નગરની અંદર નગરચર્યાએ પણ કાઢવામાં આવ્યા હતા.
મહાશિવરાત્રીના આ પાવન અવસર ઉપર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી તેમના ભક્તો આવે છે અને સોમનાથ મંદિરમાં આવીને શિવમય થઇ જાય છે. ત્યારે આ ભક્તોની સુવિધા માટે મંદિર પરિસર દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો પ્રસાદી લઈને પવન પણ બન્યા હતા.
શિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મંદિરને રંગબેરંગી લાઈટ દ્વારા પણ શણગારવામાં આવ્યું હતું. ગુજરાતના આ પવિત્ર ધામ અને બાર જ્યોત્રીલિંગોમાંના એક જ્યોત્રીલિંગ સોમનાથ મંદિરનો ભવ્ય નજારો વીડિયોમાં પણ જોઈ શકાય છે. હજારોની સંખ્યામાં સોમનાથ દાદાના ભક્તોએ આવી અને તેમની આગળ માથું નમાવ્યું અને શિવરાત્રીના પવિત્ર દિવસે દાદાના આશીર્વાદ પણ લીધા.