મહાદેવ તમને કરી દેશે માલામાલ, કાલે બસ આ કામ કરો
શાસ્ત્રમાં મહાશિવરાત્રી નું વિશેષ મહત્વ છે. હિન્દી પંચાંગ અનુસાર મહાશિવરાત્રીનું પર્વ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે આવે છે. વિશેષ સિદ્ધિઓની પ્રાપ્તિ માટે ઘણા લોકો મહા નિશિત કાળમાં ભગવાન શિવની પૂજા કરે છે. પૌરાણિક કથા અનુસાર મહાશિવરાત્રી શિવ શક્તિ નું મિલન નું પર્વ છે એટલા માટે આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરી ઉપાય કરવાથી વ્યક્તિને મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રીનું વ્રત તિથિ શુભ મુહૂર્ત પૂજા વિધિ.
મહાશિવરાત્રી શુભ મુહૂર્ત:-
મહાશિવરાત્રી 11 માર્ચ ગુરુવારના દિવસે આવે છે.
ચતુર્દશી તિથિ શરૂ થશે 11 માર્ચ2:39 મિનિટ પર.
ચતુર્દશી તિથિ સમાપ્ત થશે 12 માર્ચ 3:02 મિનિટ પર.
નિશીથ કાળ પૂજાનો સમય 11 માર્ચ રાત્રે 12:06 to 12:55 .
11 માર્ચ સવારે 9:24 શિવ યોગ રહેશે. જે શિવભક્તિ માટે અતિ ઉત્તમ સમય છે.
પૂજા વિધિ:-
મહાશિવરાત્રીના દિવસે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઇએ. બાદ શિવ મંદિરમાં અથવા ઘરમાં વિધિવિધાન અનુસાર શુભ મુહૂર્તમાં શિવ પૂજા કરવી જોઈએ. પૂજામાં સૌથી પહેલાં ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કરો ત્યારબાદ કાચા દૂધ તેમજ પંચામૃત શિવલિંગનો અભિષેક કરવો. ત્યારબાદ ધૂપ દીપ , ધંતુરો બિલિપત્ર ચંદન પુષ્પ અર્પિત કરવા. નમઃ શિવાય મંત્ર જાપ કરવો. કેસર યુક્ત ખીરનો ભોગ લગાવીને શિવ આરતી કરવી.
મહાશિવરાત્રી વ્રત ઉપાય:-
ભગવાન શિવ બધા જ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે વર્ષ 2021 માં મહાશિવરાત્રી ઘણા યોગ લઈને આવી રહી છે મહાશિવરાત્રીને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે , આ ઉપાય અવશ્ય કરો.
ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે .એટલા માટે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવો જોઈએ જેથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તમારા દરેક કષ્ટથી છુટકારો અપાવે છે.
આદિવસે ચેક કરતી વખતે ભગવાન શીવ ઉપર ચંદનનો લેપ કરવા જોઈએ અને શિવ મંત્રનો જાપ કરવો જોઈએ.
આદિવસે કાચા દૂધની અંદર કાળા તલ અભિષેક કરવો જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરવો્.
મહાશિવરાત્રીના દિવસે શેરડીનો રસ અભિષેક કરવાથી ધનલાભ થાય છે.