ખબર

વોર્ડ બૉયે કાઢી લીધું કોરોના સંક્રમિત દર્દીનું ઓક્સિજન મશીન, દર્દીનું તડપી તડપીને થયું મોત, જુઓ કમકમાટી ભરેલો વીડિયો

હે ભગવાન…!! પુત્રની સામે જ તડપી-તડપીને થયું મોત- જુઓ વીડિયો

કોરોનાની બીજી લહેર દેશભરમાં હાહાકાર મચાવી રહી છે ત્યારે કોરોના સંક્રમિત થયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલમાં ભરતી થઇ રહ્યા છે આ દરમિયાન હોસ્પિટલમાંથી પણ ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જેને જોઈને આપણું પણ હૃદય કંપી ઉઠે.

મધ્ય પ્રદેશના શિવપુરીમાંથી એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લાગી આવે કે માનવતા ખરેખર મરી પરવારી છે. અહીંયાની હોસ્પિટલમાં એક વોર્ડ બોય દ્વારા કોરોના સંક્રમિત દર્દીના ઓક્સિજનનું મશીન હટાવી દેવામાં આવ્યું અને જેના કારણે દર્દીનું તડપી તડપીને મોત થઇ ગયું હતું.

આ મામલો શિવપુરી જિલ્લા હોસ્પિટલનો જણાવવામાં આવી રહ્યો છે. ખબર પ્રમાણે દર્દીની હાલત ખુબ જ ખરાબ હતી અને તેમને ઓક્સિજન સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા હતા. સીસીટીવી ફુટેજની અંદર સ્પષ્ટ દેખાઈ હર્યું છે કે કે દર્દી પોતાના દીકરા સાથે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ વાત કરી રહ્યા છે અને ત્યારબાદ દીકરો ચાલ્યો જાય છે.

જેની થોડી જ વારમાં એક વોર્ડ બોય ત્યાં આવે છે અને પલંગ પાસે રહેલું પોરેટબલ ઓક્સિજન કન્સ્ટ્રેટર કાઢીને લઇ જાય છે. તેની થોડી જ વારમાં તે કોરોના સંક્રમિત દર્દીનું તડપી તડપીને મોત થઇ જાય છે.

દર્દીના પરિવરજનો દ્વારા હોસ્પિટલ ઉપર ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલ પ્રસાસનની ભુલાના કારણે દર્દીનો જીવ ગયો છે. તો આ બાબતે સીએમએચઓ અર્જુન લાલે આ સમગ્ર ઘટના ઉપર સફાઈ આપતા જણાવ્યું છે કે “મૃતક ડાયાલીસીસ ઉપર હતો અને તેનું હિમોગ્લોબીન ઓછું થઇ ગયું હતું. અમે સીસીટીવી કેમેરાની તપાસ કરી રહ્યા છે અને પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની પણ તાપસ કરીશું.” હાલમાં ત્રણ સભ્યોની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે જે 48 કલાકમાં તપાસનો રિપોર્ટ સોંપશે.