ધાર્મિક-દુનિયા

શિવજીની કૃપા મેળવવા માટે શ્રાવણના પહેલા દિવસે આ 10માંથી કોઈ એક વસ્તુ ઘરમાં લાવો

અમુક રાજ્યમાં શ્રાવણ માસની શરૂઆત અષાઢ મહિનાના વદ એકમથી થાય છે. તો અમુક જગ્યાએ શ્રાવણ મહિનાની શરૂઆત શ્રાવણ મહિનાની એકમથી થાય છે. શ્રાવણ મહિનામાં ભોળાનાથની આરાધના કરવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવજી ત્રણેય લોકમાં હોય આખી સૃષ્ટિનું સંચાલન તે જ કરે છે.

શ્રાવણ મહિનો આવતા મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે. શ્રાવણ મહિનાના સોમવારે વ્રત રાખવામાં આવે છે. સાથે જ સાત્વિક ધર્મનું પણ પાલન કરવામાં આવે છે. શ્રાવણ મહિનાના વર્થ અને કથા બાબતે તો બધા જ જાણતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનાના પહેલા દિવસે કંઈ વસ્તુ ખરીદવાથી તમને લાભાલાભ થાય છે.
શ્રાવણ મહિનાના પહેલા દિવસે 10 વસ્તુમાંથી એક વસ્તુ લઇ આવો તો થશે ફાયદો.

રુદ્રાક્ષ
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ કૃપા માટે ઘરમાં રુદ્રાક્ષ લઇ આવવો જોઈએ.ઘરમાં સુખ,સૌભાગ્ય અને સમૃદ્ધિ તથા મનની પવિત્રતા માટે રુદ્રાક્ષ લાભદાયીક છે.ઘરમાં રાખેલા રુદ્રાક્ષમાં ચાંદીનું પડ ચડાવી પહેરી શકાય છે. આ રુદ્રાક્ષ જીવન માટે અત્યંત શુભ અને સમૃદ્ધિ દાયક હશે.

Image Source

સર્પ

સાપ ભગવાન શિવનું આભૂષણ છે. શ્રાવણ મહિના પહેલા દિવસે નાગ-નાગણીનું ચાંદીનું જોડું ઘરમાં લાવી  આખો મહિનો પૂજા  કરી છેલ્લે દિવસે શિવ મંદિરમાં રાખી દેવાનું. આ પ્રયોગ કરવાથી કાર્લ સર્પ યોગ અને પિતૃદોષથી મુક્તિ મળે છે.

ત્રિશુલ

ત્રિશુલ ત્રણ દેવ  અને ત્રણ લોકનું પ્રતીક છે. શિવજીના હાથમાં હંમેશા ત્રિશુલ હોય છે. શ્રાવણ મહિના દિવસે ઘરમાં ચાંદીનું ત્રિશુલ લઈ આવવાથી વર્ષ દરમિયાન આવતી મુશ્કેલીઓથી સામનો મેળવી શકાય છે.

Image Source

ડમરુ

ડમરુ ભગવાન શિવનું પવિત્ર વાદ્ય છે.  ડમરુંના અવાજથી આજુબાજુની નકારાત્મક શક્તિ દૂર ભાગી જાય છે.આરોગ્ય માટે પણ ડમરુંનો અવાજ અસકારક માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસ ડમરુ લઈને શ્રાવણ માસના છેલ્લા દિવસે  કોઈ બાળકને ભેટમાં આપી દેવું.

જલ પાત્ર

શક્ય હોય તો શ્રાવણ મહિનાના પહેલા દિવસે ગંગાજળ ઘરમાં લાવી આખો મહિનાનો ભગવાન શિવનો જલાભીષેક કરો.  જો ગંગા જળ લઇ આવવાનું શક્ય ના હોય તો ચાંદી, તાંમ્બા અને પીતલના પાત્રમાં ચોખ્ખુ જળ ભરી શિવજીને અર્પણ કરવાથી ફાયદો થાય છે.  આ ઉપાય કરવાથી ધનની ક્યારે પણ કમી રહેતી નથી.

Image Source

ચાંદીનું મોતી

ભગવાન શિવના માથા પર ચંદ્રમા બિરાજમાન છે. શ્રાવણના પહેલા દિવસે ચાંદીનું ચંદ્ર કે મોટી લાવી પૂજામાં રાખો। શક્ય હોય તો સાચા મોતી પણ લાવી શકાય છે.મોટી ચંદ્ર ગ્રહની શાંતિ કરે છે. આ પ્રયોગ કરવાથી ચંદ્ર ગ્રહની શાંતિ થાય છે. સાથે  જ મન પણ મજબૂત બને છે.

ચાંદીનું કડુ

ભગવાન શિવજી પગમાં ચાંદીનું કડુ પહેરતા હતા. તેથી શ્રાવણ મહિના પહેલા દિવસે ચાંદીનું કુ ઘરમાં રાખવાથી તીર્થ યાત્રા અને વિદેશ યાત્રાનો ભોગ બને છે.

Image Source

ચાંદીના નંદી

નંદી ભગવાન શિવનું સવારી છે. નંદીને શક્તિ,સંપન્નતા અને કર્મઠતાનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણના પહેલા દીસવે ચાંદીનું નંદી ઘરમાં લાવી આખો મહિનો પૂજા કરવાથી આર્થિક સંકટોમાંથી મુક્તિ મળે છે.

ચાંદીની ડબ્બીમાં ભષ્મ

શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાંથી ભસ્મ લાવી ચાંદીની ડબ્બીમાં લાવી ઘરમાં રાખવાની. આ ભષ્મને આખો મહિના પૂજા કરી ત્યરબાદ તીજોરોમાં રાખી દેવાથી બરકત વધે છે. આ ભસ્મનો ચાંદલો કરવાંથી માણસનું મગજ અને દિલ હંમેશા શુદ્ધ રહે છે.

Image Source

ચાંદીનું બિલીપત્ર

શિવની પૂજામાં બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર શુદ્ધ બિલિપત્ર મળવા મુશ્કેલ છે. ત્યારે ચાંદીનું બીલીપત્ર શિવજીને અર્પણ કરવાથી પાપોનો નાશ થાય છે.અને શુભ કાર્ય સંયોગ બને છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.