જ્યોતિષ શાસ્ત્ર

શિવજીને ખુબ જ પ્રિય છે આ ત્રણ રાશિઓ, સદાય રહે છે તેમના ત્રીજા નેત્રમાં, કૃપાદૃષ્ટિથી કરી દે છે માલામાલ

ભગવાન શંકર ભોલેનાથ છે, તે પોતાના ભક્તોની પીડા હરી અને તેમને સુખ સમૃદ્ધિ આપે છે. તો જ્યોતિષ પ્રમાણે કેટલીક રાશિઓ ઉપર ભગવાન શંકરના ખાસ આશીર્વાદ રહેતા હોય છે. ભોલેનાથની કૃપાથી તેમનું જીવન પણ ધન્ય બની જાય છે. આજે આપણે એવી જ ત્રણ રાશિઓ વિશે જાણીશુ જેમની કૃપા દૃષ્ટિ હંમેશા આ ત્રણ રાશિઓ ઉપર રહે છે, અને આ ત્રણ રાશિને તે પોતાના ત્રીજા નેત્રમાં સમાવીને રાખે છે.

Image Source

1. મેષ:
આ બધામાં સૌથી પહેલું નામ આવે છે મેષ રાશિનું. મેષ રાશિના જાતકોને ભગવાન શિવના સૌથી પ્રિય માનવામાં આવે છે. આ રાશિના જાતકો ઉપર ભગવાન શિવની ખાસ કૃપા દૃષ્ટિ રહેલી હોય છે. તેમને વેપારમાં પણ ભગવાન ભોલેનાથની કૃપાથી ખુબ જ લાભ થાય છે. આ ઉપરાંત જે જાતકો નોકરીની શોધ કરતા હોય છે તેમને પણ તરત જ નોકરી મળી જાય છે.

Image Source

2. મકર:
ભગવાન ભોલેનાથને ગમતી રાશિઓમાં બીજા નંબરની રાશિ મકર છે. તેમના ઉપર પણ ભગવાન શિવની અસીમ કૃપા બનેલી રહે છે. જેના કારણે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવે છે. શિવજીની કૃપાથી પરિવારમાં પણ ખુશીઓ આવે છે. આ ઉપરાંત તેમને ધનલાભ થવાની પણ સંપૂર્ણ આશા છે.

Image Source

3. કુંભ 
ત્રીજા નંબરની રાશિ છે કુંભ રાશિ. તેમને ભોલેનાથની કૃપાથી મિત્રો અને પરિવારજનોનો સાથ મળે છે. તો તેમને અચાનક ધનની પ્રાપ્તિ પણ થઇ શકે છે.. શિવજીની કૃપાથી પૈસા અને પરિવાર બંનેનું સુખ તમને પ્રાપ્ત થશે. આ સાથે જ તમારા ઘરનું વાતાવરણ પણ ખુશ ખુશાલ રહેશે. શિવજીની કૃપાથી કોઈ મોટી ખુશખબરી પણ મળી શકે છે.