ઢોલીવુડ મનોરંજન

150 વર્ષ જૂની શિવની આરાધના કરતું એક સરસ મઝાનું ગીત નિહાળો, ધારા શાહના સુરીલા આવાજમાં

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભક્તો શિવની આરાધના સાચા મન ભાવથી કરી રહ્યા છે. શિવની આરાધના કરવા માટે શ્રાવણ માસ ખુબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. શ્રાવણ માસ નિમિત્તે ગાયકો અને સંગીત સાધકો અલગ અલગ રીતે શિવની આરાધના કરતા ગીતો અને સંગીત પણ રેલાવતા જ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Dhara Shah (@dharashah.official) on

એવું જ એક 150 વર્ષ જૂનું શિવની આરાધના કરતુ એક સરસ મઝાનું ગીત ધારા શાહ લઈને આવ્યા છે. જેમના સુરીલા સ્વરમાં આ ગીતનું મહત્વ વધારે વધી જાય છે. આ પહેલા પણ ધારા શાહે હિન્દી ફિલ્મનું એક ગીત વર્ષ 2017માં ગાયું હતું. ગીતના શબ્દો હતા “તુને જિંદગી મેં આકે” આ ગીત ચાહકોને ખુબ જ પસંદ આવ્યું હતું. અને અત્યાર સુધી આ ગીતને પણ 77 લાખ કરતા પણ વધારે વખત નિહાળવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Dhara Shah (@dharashah.official) on

આ ગીતનું નામ છે “શિવાય”. શબ્દમાં જ જાણે આપણને શિવમય થયાની અનુભતી થઇ જશે, ધારા શાહનો શાંત અને મૃદુલ સ્વર આ ગીતની અંદર જાણે પ્રાણ પૂરતો હોય તેમ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Dhara Shah (@dharashah.official) on

આદિ શંકરાચાર્યના 50 સંસ્કૃત શ્લોકોમાં 150 વર્ષ જૂનું સુવર્ણમાલામાં શિવની સ્તુતિને સ્વરમાં ઢાળીને ધારા શાહે શ્રાવણના છેલ્લા સોમવાર નિમિત્તે આ ગીત દર્શકો સમક્ષ વહેતુ મૂક્યું છે.
નીચે લીંક ક્લિક કરી તમે પણ આ સુરીલા ગીતને નિહાળી શિવમય બનો અને ગમે તો શેર અવશ્ય કરજો. ૐ નમઃ શિવાય !!!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.