માસુમ તરછોડાયેલા બાળકની માતાની જે રીતે હત્યા થઇ હતી તે સાંભળીને જ તમારા કમકમીયા છૂટી જશે, પાડોશીએ કર્યા ચોંકવનારા ખુલાસા

પડોશી મહિલાએ કહ્યું: ‘2 દિવસ પહેલા ઘરમાંથી એવી દુર્ગંધ આવતી હતી કે’…જાણો વિગત

ગાંધીનગરના પેથાપુરમાંથી મળી આવેલા માસુમ નિરાધાર બાળકની ચર્ચાઓ દેશભરમાં ફેલાઈ ગઈ, પોલીસ ગણતરીના સમયમાં જ તેના પરિવાર વિશેની માહિતી મેળવી લીધી અને તેના બાદ ઘણા ચોંકાવનરા ખુલાસા સામે આવ્યા. બાળકને પેથાપુરની ગૌશાળા પાસે મૂકી જનારું બીજું કોઈ નહિ પરંતુ તેના પિતા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે નિરાધાર બાળકની માતાની પણ તેના પિતાએ હત્યા કરી દીધી હોવાનો મોટો ખુલાસો થયો હતો, જેના બાદ હવે પાડોશીઓ દ્વારા પણ ચોંકવાનારા ખુલાસા કરવામાં આવ્યા છે.

નિરાધાર બાળકની માતા મહેંદી વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-102 નિરાધાર બાળકના પિતા સચિન સાથે રહેતી હતી. ત્યારે આ બાબતે દિવ્ય ભાસ્કર મીડિયા સાથે વાત કરતા તે ફ્લેટની બાજુના ફ્લેટ નંબર 101માં રહેતા તેમના પાડોશીઓએ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા.

તેમને જણાવ્યું હતું કે, ” મારા પતિને ઘરમાંથી દુર્ગંધ આવતી હતી, પરંતુ અમે તેને ધ્યાનમાં લીધુ નહોતુ, પરંતુ આજે ફ્લેટમાંથી મહેંદીનો મૃતદેહ મળતા હું ચોંકી ગઇ હતી.” તેમને આગળ જણાવ્યું હતું કે, “અમે અહીં બે મહિનાથી રહેવા આવ્યા હતા. મહેંદી અને સચિન પણ અઢી મહિના પહેલા જ આવ્યા હતા, પરંતુ તેઓને અમારી સાથે કે સોસાયટીના કોઇ લોકો સાથે પરિચય નહોતો. તેમના બાળકને મેં એક જ વખત જોયુ હતું અને કોઇક કોઇક વાર બાળકનો રડવાનો સાંભળ્યો હતો. નવરાત્રિ પહેલા સચિન મહેંદીને ઘરમાં પૂરીને જતો રહ્યો હતો.”

વધુમાં તેમને એમ પણ જણાવ્યું કે, “અમે લોકો 10 દિવસ માટે બહાર ગામ ગયા હતા અને 23 ઓગસ્ટે પરત ફર્યાં હતા. તેમના ઘરમાંથી છેલ્લા 6 ઓક્ટોબરે અવાજ સંભળાયો હતો. ત્યાર બાદ અમે ઘરમાંથી કોઇ અવાજ સાંભળ્યો નથી.”

ઉલ્લેખનીય છે કે પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી. જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ કર્યાં બાદ પોલીસ આરોપીને લઇને પોલીસ રવાના થઇ ગઇ હતી અને પોલીસે મહેંદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
(સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

Niraj Patel