ખબર

BREAKING : કોર્ટની કાર્યવાહીમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હત્યારો સચિન…જાણો કોર્ટે શું કહ્યું

કોર્ટમાં પગ મુકતા જ જુઓ કેવી હાલત થઇ લફરાબાજ અને હત્યારા બાપની…જાણો વિગત

ગાંધીનગરના ખુબ જ ચર્ચિત કેસમાં એક પછી એક નવા વળાંકો બાદ ગુજરાત પોલીસે માત્ર ગણતરીના સમયમાં જ આખો કેસ ઉકેલી નાખ્યો. માસુમ શિવાંશને પેથાપુરમાં લાવારીશ છોડી દેનારા પિતાની ધરપકડ કરી લીધા બાદ સામે આવ્યું કે તેને શિવાંશની માતા હિના પેથાણી ઉર્ફે મહેંદીની હત્યા કરી નાખી હતી.

આ કેસમાં હવે આજે આરોપી સચિન દીક્ષિતનું ગાંધીનગર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને 11 વાગે ગાંધીનગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો.  જયારે કોર્ટમાં આ કેસની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે હત્યારા સચિન દીક્ષિતની આંખોમાં આંસુઓ આવી ગયા હતા.

કોર્ટની નાદાર આઇઓ દ્વારા રિમાન્ડ માટે દલીલ કરવામાં આવી હતી. આ બાબતે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ મંગાવામાં આવ્યા હતા. સચિન વડોદરાથી બાળકને લઈને ક્યાં રૂટ ગાંધીનગર લાવ્યો તે દિશામાં તપાસ કરવા માટે રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ સચીનના 3 દિવસના રિમાન્ડ જ મળ્યા છે. સચિન 14 તારીખ સુધી રિમાન્ડ રહેશે.

આ બાબતે મીડિયા દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “હાલ તો શિવાંશના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સચિન અને હિનાના મૃતદેહમાંથી પણ ડીએનએ સેમ્પલ લેવાશે. આ તમામ સેમ્પલ મેચ કરાવીને શિવાંશ આ બંન્નેનું જ બાળક હતું તે સાબિત કરવામાં આવશે. જો કે આ રિપોર્ટ આવતા 15 દિવસ લાગી શકે છે.”