ધાર્મિક-દુનિયા

ભગવાન શિવ આપે છે મનગમતા જીવનસાથીનું વરદાન, આ મંત્રો સાથે કરો આ રીતે પૂજા

સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. કહેવામાં આવે છે કે, સોમવારના દિવસે ભગવાન શિવની સાચા દિલથી પૂજા કરવામાં આવે તો બધી તકલીફો દૂર થાય છે. શિવજી સદા તેના ભક્તો પર કૃપા વરસાવે છે.

Image source

માન્યતા છે કે, ભગવાન શિવને ખુશ રાખવા માટે સોમવારના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. માનવામાં આવે છે કે, સાચા મનથી ભગવાનની પૂજા કરવામાં આવે તો બધી મનોકામના પુરી થાય છે. કુંવારી યુવતીઓ સોમવારના દિવસે વ્રત રાખે છે અને શિવશંકરની પૂજા કરે છે. માન્યતા અનુસાર, આ ઉપાય કરવાથી મનગમતો પતિ મળે છે. આવો જાણીએ સોમવારના દિવસે પૂજા કરતા સમયે કંઈ ખાસ ઉપાય કરવામાં આવે તો માણસનું ભાગ્ય બદલી જાય છે. અને તેની મનપસંદ જીવન સાથી મળે છે.

Image source

સોમવારનો દિવસ ભગવાન શિવનો માનવામાં આવે છે. આ સમયે સોમવારના દિવસે એક સમય એટલે કે સાંજના ભોજનનો વ્રત સંકલ્પ કરો અને સાંજે શિવલિંગ પર જળ ચડાવી સાથે જ ‘ૐ મહાશિવાય સોમાય નમઃ’ મંત્રનો જાપ કરો. આ બાદ શિવજીને લાલ ચંદન ચડાવો.

Image source

સૌથી છેલ્લે ભગવાન શિવની આરતી કરો. આ કરવાથી તમારા મનની બધી મનોકામના પૂર્ણ કરો. આ ઉપાય કરવાથી ક્યારે પણ ધનની કમી નથી જોવા મળતી. ઝઘડામાંથી છુટકારો મળે છે. મનગમતા જીવનસાથી મળે છે. આ સાથે જ નોકરી અને ધંધાથી જોડાયેલી સમસ્યાનો અંત આવે છે.

Image source

ભગવાન શિવને બેહદ ક્રોધવાળા દેવતા માનવામાં આવે છે. પરંતુ તેની સાથે તેને જલ્દી પ્રસન્ન અને કૃપા કરનારા દેવતા પણ માનવામાં આવે છે. ભગવાન શિવની ભક્તિ વિના બધું અધૂરું છે. આવો જાણીએ ભગવાન શિવના પ્રભાવશાળી મંત્રો વિષે.

ૐ ત્રયમ્‍બકં યજામહે ।

સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।

ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।

મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

શિવજીનો મૂળ મંત્ર

   • ૐ નમઃ શિવાયભગવાન શિવના પ્રભાવશાળી મંત્ર
   • ૐ સાધો જાતયે નમઃ
   • ૐ વામ દેવાય નમઃ
   •   ૐ અઘોરાય નમઃ
   •  ૐ તત્પુરુષાય નમઃ
   •  ૐ ઇશાનાય નમઃ
   •  ૐ હિં હૌ નમઃ શિવાય

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.