ઢોલીવુડ મનોરંજન

શ્રાવણ માસમાં શિવની આરાધના અને જન્માષ્ટમી ઉપર રાજા રણછોડની ભક્તિમાં તરબોળ કરતા બે સુંદર ગીતો

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. આ શ્રાવણ માસની અંદર જ ઘણા તહેવારો પણ આવે છે. ત્યારે આખો દેશમાં આ મહિનો ખુબ જ ભક્તિભાવ વાળો અને પવિત્ર માનવામાં આવે છે. ખાસ આ મહિનો શિવની ઉપાસના કરવાનો મહિનો છે. શિવની ભક્તિ કરવાનો મહિનો છે ત્યારે શિવની આરાધના કરવા માટે, ભક્તોને શિવની ભક્તિમાં તરબોળ કરવા માટે ગુજરાતના સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી શિવતાંડવ સ્ત્રોત લઈને આવ્યા છે.

કિર્તીદાન ગઢવી

ના અવાજમાં ગાવામાં આવેલું “શ્રી રાવણકૃત શિવતાંડવ સ્ત્રોત” તમને શિવની ભક્તિમાં તરબોળ કરી દેશે. કિર્તીદાનનો અવાજ તમારા દિલ દિમાગમાં શિવની ભક્તિ ભરી દે તેવો છે. આ ગીત યુટ્યુબ ચેનલ ઉપર લાખો લોકો દ્વારા નિહાળવામાં આવ્યું છે. તમે પણ આ ગીત સાંભળીને શિવમય થઇ જાવ.આ ગીતની લિંક અમે નીચે આપી છે અચૂક સાંભળો 👇 

તો સાથે જ શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો તહેવાર પણ આવે છે અને શિવ ભક્તિની સાથે સાથે ભગવાન શ્રી કૃષની આરાધના અને તેમના જન્મનો ઉત્સવ ઉજવવાનો પણ આ એક સુંદર અવસર છે. ત્યારે સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી અને ગુજરાતના બીજા એક લોકપ્રિય ગાયક જીગ્નેશ બારોટે સાથે મળીને “રણછોડ રંગીલા” ગીત લઈને આવ્યા છે.

ભગવાન શ્રી કૃષ્ણને રણછોડ રાયના નામે પણ ઓળખવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દેવ ભૂમિ દ્વારકા અને ડાકોરમાં રાજા રણછોડનો જન્મ દિવસ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. જો કે હાલમાં કોરોના વાયરસના ખતરાને જોતા ઉત્સવો મંદિરના બંધ બારણે જ ઉજવામમાં આવશે ત્યારે કિર્તીદાન ગઢવી અને જીગ્નેશ બારોટની જુગલબંધીમાં ગવાયેલું આ ગીત તમારા હૈયામાં કૃષ્ણ પ્રેમને જાગૃત જરૂર કરશે. આ ગીતને પણ હજારો લોકો દ્વારા નિહાળવામાં આવ્યું છે.
તમે પણ નિહાળો….આ ગીતની લિંક અમે નીચે આપી છે અચૂક સાંભળો 👇