પોતાની જાતને નેતા અને સમાજસેવક કહેનારી નેતા જ પોતાના ઘરમાં ચલાવતી હતી કુંટણખાનું, હકીકત સામે આવી તો લોકોની આંખો ફાટી પડી

આ દિગ્ગજ નેતા પોતાના ઘરમાં ચલાવતી હતી વેશ્યાનું રેકેટ, એવો કાંડ બહાર આવ્યો કે રાડ ફાટી ગઈ – જાણો વિગત

દેશભરમાં ઘણી જગ્યાએ પોલીસ દ્વારા રેડ પાડી સ્પા અને બ્યુટીપાર્લરમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે, ઘણીવાર એવી એવી જગ્યાએથી પોલીસને આવા કુટણખાના મળી આવતા હોય છે જેનો ખુલાસો પણ હેરાન કરી દેનારો હોય છે, ત્યારે હાલ એવા જે એક કુટણખાનાનો પર્દાફાશ પોલીસે કર્યો છે જેની હકીકત સામે આવતા જ લોકોના હોશ ઉડી ગયા હતા.

આ કુટણખાનું ઝડપાયું છે મધ્ય પ્રદેશના સિહોરમાંથી. જ્યાં શિવસેના નેતાના ઘર ઉપર જ કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી કાર અને રોકડ જપ્ત કર્યા છે. ચાર છોકરીઓ, ત્રણ ગ્રાહક સાથે જ મહિલા મેનેજર, સંચાલિકા અને ચાલકની ધરપકડ કરી છે. જે મહિલાના ઘરે આ કાર્યવાહી થઇ તે પોતાની જાતને સમાજસેવિકા જણાવે છે અને શિવસેનાની ટિકિટ ઉપર નગર પાલિકા અધ્યક્ષની ચૂંટણી પણ લડી ચુકી છે.

જાણકારી પ્રમાણે એક વ્યક્તિનું સૂચના ઉપર પોલીસે શિહોર બસ સ્ટેન્ડની પાસે આવેલા અનુપમા તિવારીના મકાન ઉપર છાપામારી કરી હતી. અહીંયા કુટણખાનું ચાલતું હતું. પોલીસે કાર્યવાહી કરતા હડકંપ મચી ગયો હતો પરંતુ કોઈ ભાગી શક્યું નહોતું.  પોલીસે ચાર ગ્રાહકો સાથે ત્રણ છોકરીઓને ઝડપી પાડી.

આ ઉપરાંત ઘટના સ્થળેથી નશાનો સામાન પણ મળ્યો છે. બધી જ યુવતીઓ ભોપાલ પાસેની જણાવવામાં આવી રહી છે જેમને ઈંદુલતા નામની મહિલા મેનેજર મકાનમાં લાવતી હતી. પોલીસને મળેલી જાણકારી પ્રમાણે પ્રત્યેક ગ્રાહક પાસે 500 રૂપિયા લઈને અનૈતિક કામ કરાવવામાં આવી રહ્યું હતું.

છાપામારી દરમિયાન ઘરમાંથી 5 મહિલાઓ અને 5 પુરુષો સમેત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળેથી જુના ગોદડાં, મોબાઈલ, રોકડ 28710 રૂપિયા અને બે ગાડીઓ પણ જપ્ત કરી છે. પોલીસ આરોપીઓ વિરુદ્ધ સોહોર પોલીસ સ્ટેસહનમાં અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમની કલમ અંતર્ગત મામલો દાખલ કરી અને તપાસમાં લાગી છે.

Niraj Patel