ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વર્ષના કેટલાક દિવસો ખાસ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓ એવી હોય છે જેમના પર શિવજીની ખાસ કૃપા હોય છે. આ 5 રાશિના લોકો શિવજીને ખુબ પ્રિય હોય છે. આથી તેમના જીવનમાં કોઈ પણ પડકાર કે સમસ્યા આવે તો ભગવાન શિવના આશીર્વાદથી તેમાથી તેઓ જલદી બહાર નીકળી જતા હોય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ છે અને તેમના દેવતાઓ અને ગ્રહો પણ તેમના સ્વામી છે. આ ઉપરાંત, તે રાશિના જાતકો તે ગ્રહો અને રાશિના સ્વામી દેવતાઓથી પ્રભાવિત હોય છે. જો આપણે દેવોના દેવ, મહાદેવ વિશે વાત કરીએ, તો તેમની 5 રાશિના જાતકો પર વિશેષ કૃપા હોય છે.ભગવાન શિવ એવા દેવ છે જે પાણીના ઘડા અને બેલના પાનથી પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે તેમને ભોલેનાથ કહેવામાં આવે છે. ભગવાન શિવની કૃપાથી મોટામાં મોટા સંકટ પણ ટળી જાય છે. તે અપાર સુખ અને સમૃદ્ધિ પણ આપે છે.જ્યોતિષશાસ્ત્રમાં સૌથી ક્રૂર ગ્રહ ગણાતો શનિ પણ ભગવાન શિવનો ભક્ત છે. પ્રદોષ વ્રત અને સોમવાર ભગવાન શિવને સમર્પિત છે.
વૃષભ રાશિ
ભગવાન શિવને વૃષભ રાશિ પણ અતિપ્રિય છે. આ રાશિ નંદી સાથે સંબંધિત છે, જે ભગવાન શિવનો પ્રિય ગણ છે. આ રાશિના જાતકોને મહાદેવના પણ ખાસ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેઓ ખૂબ જ ધનવાન બને છે.
મેષ રાશિ
મંગળ મેષ રાશિનો સ્વામી છે અને ભગવાન શિવ પણ તેમના પર દયાળુ છે. તે તેમની બગડતા કામ પણ બનાવે છે. ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તેઓ હિંમતથી તેને દૂર કરે છે. આ ઉપરાંત, ભગવાન શિવના આશીર્વાદથી, તેઓ ખૂબ જ ધનવાન બને છે. અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.
મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિદેવ છે અને શનિદેવ પોતે ભગવાન શિવના ભક્ત છે. તેથી, આ રાશિના લોકો પર ભગવાન શિવના ખાસ આશીર્વાદ હોય છે. આ જાતકો જીવનમાં ખૂબ જ સફળ અને ધનવાન પણ બને છે.
કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી શનિદેવ છે અને શનિદેવ પોતે ભગવાન શિવના ભક્ત છે. તેથી, આ રાશિના લોકો પર ભગવાન ભોલેનાથના ખાસ આશીર્વાદ હોય છે. આ લોકો જીવનમાં ખૂબ જ સફળ અને ધનવાન પણ બને છે.
કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જે પોતે ભગવાન શિવના માથા પર બિરાજમાન છે. કર્ક રાશિ ભોલેનાથની સૌથી પ્રિય રાશિ માનવામાં આવે છે. આ રાશિના જાતકો શાંત અને ધીરજવાન હોય છે. ભગવાન શિવ તેમને દરેક મુસીબતમાંથી બચાવે છે અને તેમને ખૂબ સુખ અને સમૃદ્ધિ આપે છે. અને ક્યારેય નાણાંનો વયે રહેતો નથી.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)