અમુક જ દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થાવા જઈ રહ્યો છે.આ મહિનામાં ભગવાન શિવજીની વિશેષ રૂપથી પૂજા-અર્ચનાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા- અર્ચના કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થઇ જાય છે.જો કે દરેક મહિનામાં ભગવાનની આરાધના કરવામાં આવે જ છે પણ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના કરીને વિશેષ રૂપે શિવજીને પ્રસન્ન કરવામાં આવે છે.

આ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહિલાઓ પણ ખાસ પ્રકારના દરેક ઉપાયો કરતી હોય છે. મોટાભાગે જોવામાં આવે છે કે પોતાના ઘરોમાં ભગવાન શિવની પૂજા-પાઠ કરતી વખતે મહિલાઓ સુંદર શૃંગાર કરીને તૈયાર થાય છે. પણ જણાવી દઈએ કે શૃંગાર કરતી વખતે મહિલાઓએ અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીંતર ભગવાન શિવ નારાજ થઇ શકે છે. આવો તો તમને જણાવીયે આ ખાસ બાબત વિશે..

1.મહેંદી:
પવિત્ર એવા શ્રાવણ મહિનામાં મહેંદીનું પણ પોતાનું અલગ જ મહત્વ માનવામાં આવ્યું છે.આ મહિનામાં નવવિવાહિતા પોતાના હાથોમાં મહેંદી લગાવે છે

તો તેનો પતિ પણ એટલો જ વધારે તેને પ્રેમ કરે છે.ધ્યાન રાખો કે શ્રાવણ મહિનામાં પોતાના હાથોમાં મહેંદી લગાવતી વખતે ભગવાન શિવનું ચિત્ર ચોક્કસ બનાવો, એવું કરવાથી ભગવાન શિવ તમારી દરેક ઈચ્છઓ પૂરી કરી દેશે.
2.કાળા રંગનો ચાંદલો ન લગાવવો:

મહિલા માટે શ્રાવણ મહિનામાં ભગવાનની પૂજા વખતે લાલ કે લીલા રંગનો ચાંદલો લગાવવો શુભ માનવામાં આવે છે પણ જણાવી દઈએ કે ભૂલથી પણ મહિલાઓએ કાળા રંગનો ચાંદલો લગાવવો ન જોઈએ.
3. કાળા રંગની સાડી ન પહેરવી:

શ્રાવણ મહિનામાં વિવાહિત મહિલાએ ક્યારેય પણ ભૂલથી કાળા રંગની સાડી પહેરવી ન જોઈએ. બને ત્યાં સુધી આ અવસર પર લાલ કે લીલા રંગની સાડી પહેરવી વધારે શુભ માનવામાં આવે છે. જો તમે શ્રાવણ મહિનામાં કાળા રંગના કપડા પહેરો છો તો ભગવાન શિવ નારાજ થઇ શકે છે અને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.
4.સિંદૂર:

શ્રાવણ મહિનામાં મહિલાઓએ એકદમ લાલ ચટાકેદાર રંગનું જ સિંદૂર લગાવવું જોઈએ.માનવામાં આવે છે કે ચટાકેદાર લાલ રંગનું સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને ભોળાનાથ પણ જલ્દી પ્રસન્ન થઇ જાય છે.માટે આ મહિનામાં ભગવાનની પૂજાના સમયે આ ખાસ વાતોનું ચોક્કસ ધ્યાન રાખજો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks