ખબર

‘સૌથી પહેલા મારા ગામનાં શિવમંદિરનો જીર્ણોધ્ધાર કરીશ!’ જાણો કરોડપતિ બનેલી બબિતાનો સંકલ્પ

‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૧મી સિઝન ચાલી રહી છે અને અત્યાર સુધીમાં બે કરોડપતિ વિજેતાઓ તવાઈને બહાર આવ્યા છે. એક કરોડની ધનરાશિ મેળવનારમાં બિહારના સનોજ રાજ અને મહારાષ્ટ્રના બબિતા તાડે છે. બંનેનું બેકગ્રાઉન્ડ એકદમ સામાન્ય છે. અને આ વાત જ દેશભરના લોકોમાં અહોભાવ પેદા કરી રહી છે.

કેબીસીની ૧૧મી સિઝનના પ્રથમ કરોડપતિ સનોજ રાજના પિતા ખેડૂત છે તો બીજા કરોડપતિ બબિતા તાડે એક સ્કૂલમાં મધ્યાહન ભોજન બનાવે છે અને મહિને ૧૫૦૦/- પગાર મેળવે છે! બબિતા તાડેનું બેકગ્રાઉન્ડ જોતા કોઈને અંદાજ પણ ના આવે કે આ સ્ત્રી ખરેખર આ કક્ષાએ પહોંચી શકે! પણ વિધાત્રીના દરબારે મહેનત પર મોલાત આપવામાં આવે છે, એટીટ્યૂડ પર નહી!

બબિતા તાડે મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાનાં એક નાનકડા ગામની નિવાસી છે. તે જે સ્કૂલમાં મધ્યાહન ભોજન બનાવે છે ત્યાં જ તેમના પતિ પ્યૂન તરીકે ફરજ બજાવે છે. બબિતાએ પોતાની શરૂઆતી નોકરી ૧૦૦ રૂપિયાના માસિક પગારે શરૂ કરેલી!

હજુ પણ બાળકો માટે ભોજન બનાવીશ! —

કૌન બનેગા કરોડપતિમાં એક કરોડ જેટલી વિશાળ રકમ જીત્યા બાદ પણ બબિતા તાડે કહે છે કે, હું મારું કામ તો નહી જ છોડું! મારી ખિચડી બાળકોને બહુ ભાવે છે. મને ઓછા પગારનો પણ કોઈ રંજ નથી. બસ, મારું કામ મને આનંદ આપે છે!

બબિતા તાડેએ લગ્ન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેમના મતાનુસાર, ભણતરમાં તેમના પતિનો પૂરો સાથ રહ્યો. ‘તેઓ ખુદ તો વધારે ભણી ન શક્યા, પણ મને ભણાવી!’ – બબિતાના શબ્દો કંઈક આવું કહે છે.

ગામનાં શિવમંદિરનો જીર્ણોધ્ધાર કરીશ —

બબિતાને અમિતાભે જ્યારે હરહંમેશનો કાયમી પ્રશ્ન ‘ક્યાં કરોગે ઇતને પૈસો કા?’ પૂછ્યો ત્યારે બબિતાએ પહેલી ઇચ્છા પોતાના ગામનાં જર્જરિત શિવમંદિરને નવેસરથી બનાવવાની વ્યક્ત કરી. તેમના કહેવા પ્રમાણે ગામનું મંદિર ઘણા સમયથી સમારકામ વિહોણું છે. જીતેલી ધનરાશિમાંથી થોડું ધન પ્રભુકાર્યમાં વાપરવાની બબિતાની ઇચ્છા છે. વળી, પોતાના બાળકોનું ભવિષ્ય આ રકમ વડે સિક્યોર બનાવવાની ઇચ્છા પણ બબિતા રાખે છે. વધારેમાં તેમના પતિ માટે નવું બાઇક!

રાજકારણીઓ માટે રસોઈ બનાવતા પિતાની છોકરી, જેણે સાસરે આવીને પણ અડધી જીંદગી નિશાળમાં મામુલી પગારે રસોઈ જ બનાવી; તે રોજ ન્યુઝ પેપર વાંચીને, ઘરમાં મોડેમોડે આવેલા ટી.વી. પરથી સમાચારો સાંભળીને અને નવાસવા લીધેલા મોબાઇલથી કેબીસી માટે રજીસ્ટ્રેશન કરાવીને એક કરોડ સુધીની સફર તય કરે છે એ વાત જ કેટલી અદ્ભુત છે! આની પાછળ બબિતાની મહેનત અને ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા જ જવાબદાર છે.

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks