દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા પ્રસિદ્ધ

તો આવી રીતે થયો હતો સંસારમાં ભોળાનાથનો જન્મ…

હિન્દૂ ધર્મમાં 18 પુરાણ છે. દરેક પુરાણ હિન્દૂ ભગવાનોની કહાનીઓ જણાવે છે. જેમાં ત્રિદેવ(બ્રહ્મા,વિષ્ણુ,મહેશ)ના જન્મ સાથેની કહાનીઓ પણ શામિલ છે.વેદોમાં ભગવાનના નિરાકાર રૂપને જણાવવામાં આવ્યું છે જ્યારે પુરાણોમાં ત્રિદેવ સહીત અન્ય દરેક દેવતાઓના રૂપના ઉલ્લેખની સાથે જ તેઓના જન્મની કહાનીઓ પણ છે.

Image Source

ભગવાન શિવને સંહારક અને નવ નિર્માણ કારક માનવામાં આવ્યા છે.અલગ-અલગ પુરાણોમાં ભગવાન શિવ અને વિષ્ણુના જન્મના વિષયમાં ઘણી કથાઓ પ્રચલિત છે. શિવ પુરાણના અનુસાર ભગવાન શિવને સ્વયંભૂ(સેલ્ફ બોર્ન, જાતે જ જન્મ લેનારા) માનવામાં આવ્યા છે જ્યારે વિષ્ણુ પુરાણમાં વિષ્ણુજીને સ્વંયમભુ માનવામાં આવ્યા છે.

Image Source

શિવ પુરાણના અનુસાર જ્યારે એક વાર ભગવાન શિવ પોતાના પગની ઘૂંટી પર અમૃત ઘસી રહ્યા હતા ત્યારે તેનાથી ભગવાન વિષ્ણુ ઉત્પન્ન થયા હતા. જ્યારે વિષ્ણુ પુરાણના અનુસાર બ્રહ્મા ભગવાન વિષ્ણુની નાભિ કમળથી ઉત્પન્ન થયા હતા જ્યારે શિવ ભગવાન વિષ્ણુના માથાના તેજથી ઉત્પન્ન થયેલાનું કહેવામાં આવ્યું છે.વિષ્ણુ પુરાણના અનુસાર માથાના તેજથી ઉત્પન્ન થવાને લીધે જ શિવ હંમેશા યોગમુદ્રામાં રહે છે. શિવના જન્મની કહાની દરેક કોઈ જાણવા માગે છે. શ્રીમદ્દ ભગવતના અનુસાર એક વાર જ્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા અહંકારથી અભીભૂત થઈને પોતાને શ્રેષ્ઠ જણાવતા લડી રહ્યા હતા ત્યારે એક સળગી રહેલા થાંભલાની કોઈપણ બાજુ બ્રહ્મા કે વિષ્ણુ સમજી શક્યા ન હતા,ભગવાન શિવ પ્રગટ થયા.

Image Source

વિષ્ણુ પુરાણમાં વર્ણિત શિવના જન્મની કહાની કદાચ ભગવાન શિવના એકમાત્ર બાળ સ્વરૂપનું વર્ણન છે. જેના અનુસાર બ્રહ્માને એક બાળકની જરૂર હતી. તેણે તેના માટે તપસ્યા પણ કરી. ત્યારે અચાનક જ તેના ખોળામાં રડી રહેલું બાળક ઉત્પન્ન થયું, બ્રહ્માએ બાળકને રોવાનું કારણ પૂછ્યું તો તેણે ખુબ માસુમતાથી જવાબ આપ્યો કે તેનું નામ બ્રહ્મા નથી માટે તે રોઈ રહ્યો છે.

Image Source

ત્યારે બ્રહ્માએ શિવનું નામ રુદ્ર રાખ્યું જેનો અર્થ થાય છે ‘રડી રહેલો’. શિવે ત્યારે પણ રોવાનું બંધ ન કર્યું.માટે બ્રહ્માએ તેને બીજું નામ આપ્યું પણ શિવને તે નામ પસંદ ન આવ્યું અને તે છતાં પણ રોતા બંધ ન થયાં. આવી રીતે શિવને શાંત કરવા માટે બ્રહ્માએ તેને આઠ નામ આપ્યા અને તે શિવના આઠ નામ(રુદ્ર, શર્વ, ભાવ, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન અને મહાદેવ) થી ઓળખાવા લાગ્યા. શિવ પુરાણનના અનુસાર આ નામ પૃથ્વી પર લખવામાં આવ્યા હતા.

Image Source

શિવના આ પ્રકારે બ્ર્હ્મ પુત્રના રૂપમાં જન્મ લેવાની પાછળ પણ વિષ્ણુ પુરાણની એક પૌરાણિક કથા છે. તેના અનુસાર જ્યારે ધરતી, આકાશ, પાતાળ સહીત પુરા બ્રહ્માંડમાં જળમગ્ન હતું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સિવાય કોઈ પણ દેવ કે પ્રણાલી ન હતા. ત્યારે માત્ર વિષ્ણુજી જ પોતાની જળ સપાટી પર શેષનાગ પર સુતેલા દેખાઈ રહ્યા હતા. ત્યારે તેની નાભિમાંથી કમળ નાળ પર બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્મા-વિષ્ણુ જ્યારે શ્રુષ્ટિના સંબંધમાં વાતો કરી રહયા હતા તો ત્યારે શિવજી પ્રગટ થયા. બ્રહ્માએ તેને ઓળખવાની ના કહી દીધી ત્યારે શિવજીના રિસાઈ જવાની બીકથી ભગવાન વિષ્ણુએ દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરીને બ્રહ્માને શિવની યાદ અપાવી.

Image Source

બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાણી અને શિવની માફી માંગતા તેમણે તેને પુત્રના રૂપમાં જન્મ લેવા માટેનો આશીર્વાદ માંગ્યો.શિવજીએ બ્રહ્માની પ્રાર્થના સ્વીકાર કરતા તેને એક આશીર્વાદ પ્રદાન કર્યો. કાલાન્તરમાં વિષ્ણુના કાનના મેલથી ઉદ્દભવેલા મધુ કૈટભ રાક્ષસોના વધ પછી જ્યારે બ્રહ્માએ સૃષ્ટિની રચના શરૂ કરી તો તેને એક બાળકની જરૂર પડી ત્યારે તેને ભગવાન શિવનો આશીર્વાદ ધ્યાનમાં આવ્યો.પછી બ્રહ્માજીએ તપસ્યા કરી અને શિવજી એક બાળકના રૂપમાં તેના ખોળામાં પ્રગટ થયા.