શિવજીનો આવો ભક્ત નહિ જોયો હોય, ગોધરામાં મહા શિવરાત્રીના પાવન પર્વે શિવજીનો વેશ ધારણ કરીને લગ્ન કરવા નીકળ્યો યુવાન, સાધુ સંતો પણ જોડાયા વરઘોડામાં, જુઓ વીડિયો

પટેલના દીકરાએ ધારણ કર્યો શિવજીનો અવતાર, હાથમાં ત્રિશુલ અને શરીર પર ભભૂતિ લગાવીને પાર્વતી જેવી કન્યાને લગ્ન મંડપમાં પરણવા… જુઓ ગોધરામાં યોજાયેલા અનોખા લગ્ન

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલ વચ્ચે ઘણા બધા એવા એવા લગની ખબર સામે આવી રહી છે કે જેને લઈને દેશભરમાં તેની ચર્ચાઓ થતી હોય છે. ખાસ કરીને વૈભવી લગ્ન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ગોધરામાંથી એક એવા લગ્ન સામે આવ્યા છે જે લગ્ન આજ સુધી કોઈએ નહિ જોયા હોય.

શનિવારના રોજ આખા દેશમાં ધામધૂમથી શિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહા શિવરાત્રીનો પર્વ શિવ અને પાર્વતીના મિલનના દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ એ દિવસે લગ્ન કરવામાં નથી આવતા. પરંતુ ગોધરામાં એક શિવ ભક્તે આ દિવસે જ પોતાના લગ્ન કરવાનું નક્કી કર્યું અને લગ્ન માટે એવું આયોજન કર્યું કે લોકો પણ જોતા જ રહી ગયા.

ગોધરાના આ શિવભક્તનું નામ છે રિષભ પટેલ. કાછીયા સમાજનો આ યુવક વર્ષોથી શિવભક્તિમાં લિન છે. જેના કારણે તેને મહા શિવરાત્રીના દિવસે જ લગ્નનું આયોજન કર્યું. લગ્નના વરોઘોડામાં તેને ખાસ શિવજીનો વેશ ધારણ કર્યો હતો. જેમ શિવજી ભગવાન પાર્વતી માતાજીને પરણવા માટે ગયા હતા તેમ જ રિષભે પણ પોતાના શરીર પર ભભૂત લગાવી અને હાથમાં ત્રિશૂળ લીધું.

શિવરાત્રીની સંધ્યાએ રિષભનો વરઘોડો વાજતે ગાજતે ગોધરાના રસ્તા પરથી નીકળ્યો ત્યારે આ અનોખા વરઘોડાને જોવા માટે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. લોકો પણ આ નજારો જોઈને અભિભૂત બની ગયા હતા. એટલું જ નહિ. રિષભના વરઘોડામાં મિત્રો અને સગા સંબંધીઓ તેમજ મહેમાનો ઉપરાંત સાધુ સંતો પણ જોડાયા હતા.

વાજતે ગાજતે રિષભની જાન ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિરમાં પહોંચી હતી. જ્યાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રી અને રિષભના લગ્ન એકસાથે હોય મંદિરને પણ ખાસ શણગારવામાં આવ્યું હતું. જ્યાં રિષભે પોતાની પત્ની સાથે સાત ફેરા લીધા હતા.આ સમગ્ર લગ્ન ગોધરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આ બાબતે રિષભ પટેલે જણાવ્યું કે તે જયારે 7 વર્ષનો હતો ત્યારે જ તેને નક્કી કર્યું હતું કે તે ભગવાન શિવજીની જેમ જ લગ્ન કરશે. તેને એમ પણ જણાવ્યું કે લગ્નની અંદર વરઘોડામાં શિવજીના ગીતો જ વાગતા હતા અને લગ્નમાં પણ ઘણા બધા સાધુ સંતો સાથે અઘોરીઓ પણ આવ્યા હતા.

ત્યારે આ મામલે રિષભના ધર્મપત્ની તેજલ બારોટે જણાવ્યું કે મારા પતિ શિવજીના ખુબ જ મોટા ભક્ત છે અને જયારે અમારી સગાઈ થઇ હતી ત્યારે જ તેમને મને કહ્યું હતું કે હું જયારે લગ્ન કરીશ ત્યારે જેમ શિવજીએ લગ્ન કર્યા હતા તેમ જ લગ્ન કરીશ.ત્યારે મેં તેમના નિર્ણયમાં હામાં હા ભેળવી અને મહાશિવરાત્રીના દિવસે જ લગ્ન કરી લીધા.

Niraj Patel