જ્યોતિષ શાસ્ત્ર

આ શિવ મંત્રોનો જાપ આપશે ગંભીર રોગોથી પણ રક્ષણ, આજથી જ જાપ કરવાનું શરૂ કરી દો

ભગવાન શિવની લોકો ભોળા શંભુ તરીકે પૂજા કરે છે અને ભગવાન શિવ પોતાના ભક્તોના દુઃખ દૂર કરતા જ હોય છે, સોમવાર ભગવાન શિવનો ખાસ દિવસ છે, આમ તો આખું અઠવાડિયું ભગવાન શિવની પૂજા થઇ શકે પરંતુ સોમવાર ખાસ માનવામાં આવે છે. સાથે શ્રાવણ માસ પણ ભગવાન શિવની પૂજા કરવા માટે ખાસ છે. આ સાથે જ શિવજીના કેટલાક એવા સિદ્ધ મંત્રો છે જેના જાપ કરવા ખુબ જ ફળદાયી નીવડે છે. તો ચાલો આજે શિવજીના એ ફળદાયી મંત્રો જોઈએ.

Image Source

ॐ नमः शिवाय
શિવજીનો આ મંત્ર ખુબ જ પવિત્ર છે તે આપણે સૌ જાણીએ છીએ, આપણે પણ જયારે શિવજીની આરાધના કરીએ ત્યારે આ મંત્રનો જ જાપ કરતા હોઈએ છીએ. આ મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના પાથી મુક્તિ મળે છે, કોઈ રોગ અથવા બીમારીથી પીડાઈ રહ્યા હોય, લગ્ન સંબંધોમાં ક્લેશ હોય, કે પરિવારમાં ક્લેશ હોય આ મંત્રનો જાપ ખુબ જ લાભદાયક નીવડે છે.

Image Source

महामृत्युंजय मंत्र:
ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्‍बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। , उर्वारुकमिव बन्‍धनान् मृत्‍योर्मुक्षीय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हौं ॐ ।। વેદ શાસ્ત્રોમાં આ મંત્રને ખુબ જ શક્તિશાળી માનવામાં આવ્યો છે. મૃત્યુના ભયને આ મંત્ર દૂર કરે છે, સાથે ગંભીર રોગોથી પીડાતા લોકોને પણ રોગમાંથી મુક્તિ મળે છે. મોક્ષની પ્રાપ્તિ માટે પણ આ માંત્ર ખુબ જ લાભદાયક છે.  આ મંત્રનો જાપ કોઈપણ શિવાલયના શિવલિંગ સામે બેસીને જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

Image Source

ॐ ह्रीं ह्रौं नमः शिवाय:
ઘરમાં સુખ શાંતિ અને ધનની પ્રાપ્તિ માટે શિવજીનો આ સિદ્ધ મંત્રનો જાપ કરવો ખુબ જ લાભદાયક છે. આ મંત્રનો જાપ કરવાથી શિવજીની કૃપાદૃષ્ટિ પણ તમારા ઉપર બનેલી રહે છે.

શિવજીના મંત્રનો જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો જ પ્રયોગ કરવો. માળાને ગૌમીખીમાં રાખીને મંત્રનો જાપ કરવો, પૂર્વ દિશામાં આસાન બિછાવીને ધૂપ, દિપક પ્રગાટાવીને સંકલ્પ લઈને મંત્રનો જાપ કરવો ખુબ જ ફાયદાકારક છે. મંત્રનો જાપ કરતા પહેલા શિવલિંગ ઉપર જલાભિષેક કરવાથી મંત્ર સિદ્ધ થવા લાગે છે.

Image Source

આ સિવાય પણ શિવજીને પ્રસન્ન કરવા માટેના કેટલાક સિદ્ધ મંત્રો છે જેનો જાપ તમે 108 વાર કરશો તો શિવજી તમારા ઉપર પ્રસ્સન થશે.

  • ॐ जुं स:
  • ॐ हौं जूं स:
  • ॐ ह्रीं नम: शिवाय
  • ॐ ऐं नम: शिवाय
  • ॐ पार्वतीपतये नमः

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.