માલદીવમાં પતિ સાથે પંડ્યા સ્ટોર ફેમ શાઇની દોશીનું વેકેશન, જુઓ ખુબસુરત PHOTOS
સ્ટાર પ્લસ ધારાવાહિક “પંડ્યા સ્ટોર” ફેમ શાઇની દોશી આ દિવસોમાં કામથી બ્રેક લઇ પતિ લવેશ ખેરજાની સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. શાઇનીએ તેની આ વેકેશન ટ્રિપની કેટલીક તસવીરો શેર કરી છે. હંમેશા સાડીમાં જોવા મળેલી શાઇની દોશીનો માલદિવમાં ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
તસવીરોમાં તે બિકી લુકમાં જોવા મળી રહી છે. લુકની વાત કરીએ તો, શાઇની કલરફુલ બિકીમાં તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરી રહી છે. તે કયારેક સાઇકલ ચલાવી રહી છે, તો કયારેક સ્વીમિંગ પુલમાં રિલેક્સ કરી રહી છે. ચાહકો શાઇનીની આ તસવીરો ઘણી પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, શાઇનીએ આ વર્ષે જુલાઇમાં તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ લવેશ ખેરજાની સાથે લગ્ન કર્યા હતા.
શાઇનીના લગ્નની ખબરો તે સમયે આવી જયારે તેણે મહેદી સેરેમનીની તસવીરો શેર કરી હતી. શાઇની અન લવેશ એકબીજાને 3 વર્ષથી પણ વધુ સમયથી ઓળખે છે. બંનેને શાઇનીની બેસ્ટ ફેંડ અને અભિનેત્રી પ્રણિતા પંડિતે મળાવ્યા હતા. શાઇનીએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે તેના પતિ સાથે ડાંસ કરતી જોવા મળી રહી છે. શાઇનીએ વેકેશનની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
વર્કફ્રંટ પર શાઇની દોશી આ દિવસોમાં સ્ટાર પ્લસ શો “પંડ્યા સ્ટોર”માં જોવા મળી રહી છે. તે શોમાં લીડ કેરેક્ટરમાં છે. તેના પાત્રનું નામ ધરા છે. શોમાં તે સંસ્કારી વહુના રોલમાં છે. ધરાના રોલમાં શાઇનીને ચાહકો ઘણી પસંદ કરે છે. આ દિવસોમાં શોમાં બતાવવામાં આવી રહ્યુ છે કે, ધરા માં બનવાની છે.
View this post on Instagram
એક ઇન્ટરવ્યૂમાં શાઈની દોશીનું કહેવું છે કે, લવેશની હોંશિયારી અને સાદગી મનમાં ઘર કરી ગઈ. “તેનું સેન્સ ઓફ હ્યુમર કમાલનું છે અને તે ખૂબ ઈન્ટેલિજન્ટ છે. તેની સાથેના છેલ્લા 6 મહિના ખુબ જ આનંદકારક રહ્યા છે. અમારી વચ્ચે લડાય થાય તો એકપણ દિવસ યાદ નથી આવતો. આ સમયગાળા દરમિયાન અમે બંને એકબીજાને વધુ સારી રીતે સમજ્યા છીએ. અમે એકબીજાના પૂરક છીએ અને અમારી વચ્ચે સહજતા પણ કમાલની છે. તેનું મારા જીવનમાં હોવું આશીર્વાદથી કમ નથી. હું ખૂબ ખુશ છું કે તે મારી સાથે છે. મારા પ્રેમીની સાથે હોઉં ત્યારે ઘરે હોઉં એવું લાગે છે”,
View this post on Instagram