જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

27 વર્ષની છોકરીએ ભણવા સાથે કર્યું એવું કામ કે બની ગઈ કરોડપતિ, વાંચો કેવી રીતે?

પૈસાદાર બનવું દરેક વ્યક્તિનું  હોય છે. ધનવાન બનવા માટે દરેક વ્યક્તિ દિવસ રાત અને ટોડ મહેનત પણ કરતો હોય છે છતાં પણ મહેનતનું ધાર્યું પરિણામ નથી મળતું, ક્યારેક કામ કરવા માટે યોગ્ય દિશા પણ નથી પણ નથી મળતી, પરંતુ જો સાચી દિશામાં, સાચી મહેનત અને લગનથી કામ કરવામાં આવે તો કોઈપણ વસ્તુ અશક્ય નથી. આવું જ એક 27 વર્ષની છોકરીએ કરી બતાવ્યું છે. તેને ભણવા સાથે એવું કામ કર્યું જેના દ્વારા તે આજે કરોડપતિ બની ગઈ છે.

Image Source

શિલ્પી નામની એક છોકરી ઝારખંડની રહેવાવાળી છે તે બેંગ્લોર અભયસ માટે આવી હતી, શિલ્પીને ગાયનું દૂધ પીવાની આદત હતી, પરંતુ ત્યાં તેને ગાયનું દૂધ મળી રહેતું નહોતું, આ સમસ્યાને જોતા જ તેને ગાયના દૂધનો વ્યવસાય કરવાનો વિચાર આવ્યો, તેને એક કંપની ખોલી અને દૂધનું સપલળાય કરવાનું કામ એકલા જ શરૂ કરી દીધું.

Image Source

પરંતુ આ કામ શિલ્પી માટે એટલું સરળ નહોતું, તે હિન્દી ભાષી હતી અને ત્યાં તમિલ ભાષા ચાલતી હતી. શિલ્પીને તમિલ આવડતું નહોતું, તે છતાં પણ તે ખેડૂતો પાસે પહોંચી તેમને સમજાવ્યા, જ્ઞાને ખવડાવવાં ઘાસચારા વિશે માહિતગાર કર્યા, તેમને દેખરેખ વિશે સમજૂતી આપી અને ધીમે ધીમે પોતાના કામને આગળ વધારવા લાગી.

Image Source

શિલ્પીએ વ્યવસાયની શરૂઆત તો કરી દીધી હતી પરંતુ તેને કામ કરી શકે એવા માણસો મળી રહ્યા નહોતા, ત્યારે તે સવારમાં 3 વાગે ઉઠી અને જાતે દૂધની ડીલેવરી આપવા માટે જતી હતી, પોતાની સુરક્ષા માટે તે મરચાનો સ્પ્રે અને ચાકુ પણ પોતાની સાથે જ રાખતી હતી.

જયારે તેના ગ્રાહકોની સંખ્યા 500 સુધી પહોંચી ગઈ ત્યારે તેને 11 હાજર રૂપિયાના શરૂઆતી ફંડિંગ દ્વારા 6 જાન્યુઆરી 2018ના દિવસે “ધ મિલ્ક ઇન્ડિયા” કંપનીની શરૂઆત કરી દીધી. પહેલાં બે જ વર્ષમાં આ કંપનીનું ટર્નઓવર 1 કરોડની ઉપર પહોંચી ગયું.

Image Source

શિલ્પી જણાવે છે કે તેની કંપની 62 રૂપિયા પ્રતિ લીટર ગાયનું કાચું દૂધ આપે છે. તેના મત મુજબ આ દૂધ પીવાથી બાળકોના હાડકા મજબૂત બને છે અને કેલ્શિયમ વધારવામાં પણ મદદ મળે છે. માટે જ તે 1થી 9 વર્ષના બાળકોને જ ફોકસ કરી અને આગળ ચાલે છે.

Image Source

આજે શિલ્પીની કંપનીનું વાર્ષિક તારણ ઓવેર 1 કરોડની પર પહોંચી ગયું છે. એક જરૂરિયાત ઉભી થતા આવેલો વિચાર આજે તેને કરોડપતિ બાનાવી ગયો છે. આ વ્યવસાયને શરૂ કરવામાં શિલ્પીને ઘણી જ મહેનત પડી છે અને મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે છતાં પણ તેને હાર ના માની અને આજે આ જગ્યાએ ઉભી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.