બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી વર્ષ 2020 શરૂઆતમાં15 ફેબ્રુઆરીએ એક નાનકડા મહેમાનનું સ્વાગત કર્યું હતું. 44 વર્ષની ઉંમરમાં સરોગેસીથી દીકરી શમિષા શેટ્ટી કુન્દ્રાની માતા બની હતી. સોસીયલ મીડિયામાં શિલ્પાએતેની તસ્વીર શેર કરી હતી. જેમાં તે શિલ્પાની આંગળી પકડતી નજરે આવી હતી. હવે શિલ્પાએ સરોગેસીને લઈને ખુલીને વાત કરી હતી. શિલ્પાએ જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી દત્તક લેવાનો પ્લાન કરી રહી હતી તો આ સાથે જ તેને ઘણા મિસ કેરેજ થયા હતા.
View this post on Instagram
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આજકાલ ટિક્ટોક પટ ઘણી એક્ટિવ રહે છે. આ સાથે જ તે સમીશા સાથે પણ સમય વિતાવી રહી છે. સમીશા 15 મેએ 3 મહિનાની થઇ ગઈ છે. શિલ્પાએ દીકરી સમીશા અને વિયાન સાથે એક તસ્વીર શેર કરી છે. આ સાથે જ દીકરીને વિશ પણ કર્યું છે. બાળકો સાથેની શિલ્પાની તસ્વીરને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
શિલ્પાએ જણાવ્યું હતું કે, આખરે તેને સરોગેસીની પસંદગી કેમ કરી હતી. એક મીડિયા સાથેની વાતચિત્તમાં જણાવ્યું હતું કે, વિયાન બાદ અમે લાંબા સમયથી બાળકોની પ્લાંનિંગ કરી રહી હતી. પરંતુ હું એક ઓટો ઇમ્યુન બીમારીથી ઝઝૂમી રહી હતી. જેને મારી પ્રેગનેંન્સી દરમિયાન રોલ ભજવ્યો હતો. જેના કારણે મારા ઘણા મિસકેરેજ થયા હતા જે મારી માટે એક સમસ્યા હતી.
View this post on Instagram
શિલ્પાએ વધુમાં કહ્યું હતું કે, આ બાદ મેં દત્તક લેવાનું પણ વિચાર્યું હતું. હું નથી ઇચ્છતી કે,વિયાન એકલું તેનું બાળપણ વિતાવે. અમે બે બહેનો છે હું એ સારી રીતે સમજું છું કે, બહેન હોવું કેટલું જરૂરી છે.
આ વિષે વિચારતા મેં ઘણા આઈડિયા પર ફોકસ કરવાનું વિચાર્યું હતું. પરંતુ કોઈ આઈડિયા કામ આવ્યો ના હતો. દત્તક લેવાની બધું પ્રક્રિયા પુરી થતા ક્રીશ્ચ્યન મિશીનરી બંધ થઇ જતા અને બાળકો એડોપ્ત કરી શક્યા ના હતા. તે માટે 4 વર્ષની રાહ જોઈ હતી. પરંતુ કંઈ જ થયું ના હતું. મને બહુ જ ગુસ્સો આવ્યો હતો. ફરી અમે બંનેએ સરોગેસીનો ઉપાય અજમાવ્યો હતો.
View this post on Instagram
શિલ્પા કહે છે કે અમે પાંચ વર્ષથી સમિશા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સમિષાને લઈને ત્રીજી વાર ખબર પડી. તે સમયે મેં ‘નિકમ્મા’ અને ‘હંગના’ ફિલ્મ્સ સાઇન કરી હતી. મેં આ માટેની તારીખો પણ ફાઇનલ કરી હતી, પરંતુ મને ફેબ્રુઆરીમાં માહિતી મળી કે અમે ફરીથી માતાપિતા બનવાના છીએ. મને આ સારા સમાચાર મળતાની સાથે જ મેં મારા કાર્યનું શેડ્યૂલ ખૂબ ઝડપથી સમાપ્ત કરવાનું વિચાર્યું.
View this post on Instagram
શિલ્પાએ સમ કહ્યું કે સમીશાનો મતલબ છે કે, સ, સંસ્કૃતમાં થાય છે મળવું અને મિશાઓ મતલબ થાય રશિયનમાં થાય છે ભગવાનનું રૂપ, મતલબ આપણા ઘરમાં લક્ષ્મીનો જન્મ થયો છે. અને પરિવાર પૂરો થાય છે.
View this post on Instagram
એક મુલાકાતમાં શિલ્પાએ જણાવ્યું હતું કે તેને હંમેશાં એક પુત્રી ઇચ્છતી હતી તેણે 21 વર્ષ પહેલાં જ તેના નામનો વિચાર કર્યો હતો. આ પહેલા બંનેના વિઆન નામનો એક પુત્ર છે. વિઆનનો જન્મ 2012માં થયો હતો. શિલ્પા-રાજના લગ્ન 22 નવેમ્બર 2009 ના રોજ થયા હતા. શિલ્પા રાજની બીજી પત્ની છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.