શિલ્પા શેટ્ટી બાદ હવે રાજ કુંદ્રાના દીકરા વિયાને એવી પોસ્ટ મૂકી કે ચારે કોર ચર્ચા…

પપ્પા રાજ જેલમાં છે અને દીકરા વિયાને….જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોમવારે સોશિયલ મીડિયા પર સ્ટેટમેંટ જારી કરી પોતાની વાત રાખી હતી. તેનું કહવુ છે કે તે મીડિયા ટ્રાયલ ડિઝર્વ કરતી નથી. હવે તેના દીકરા વિયાને સોશિયલ મીડિયા પર પિતા રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલી પોસ્ટ શેર કરી છે.

વિયાન રાજ કુંદ્રાએ મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. જો કે, તેનું એકાઉન્ટ વેરિફાઇડ નથી. વિયાને જે પોસ્ટ શેર કરી છે તેમાં તેણે શિલ્પા શેટ્ટી સાથેની કેટલાક ખુશીના પળોની તસવીરો શેર કરી છે. તે તેની માતા શિલ્પા શેટ્ટીને ગળે લગાવતા અને કિસ કરતા જોવા મળી રહ્યો છે.

વિયાને આ તસવીરો શેર કરતાની સાથે કોઇ પણ કેપ્શન લખ્યુ નથી. વિયાને આ પોસ્ટ તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની સ્ટોરી પર પણ શેર કરી છે. તમને જણાવી દઇએ કે, વિયાનનું આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ લગભગ 5 વર્ષ પહેલા વર્ષ 2017માં બન્યુ હતુ. આ એકાઉન્ટ પર વિયાનની તેના પિતા અને માતા તેમજ તેની બહેન સમીક્ષા સાથે ખૂબસુરત પળોની તસવીરો છે.

વિયાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 24.6K ફોલોઅર્સ છે. આ તસવીરો પર યુઝર્સ સાથે સાથે સેલેબ્સ પણ કમેન્ટ કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. મિઝાન જાફરીએ આ તસવીરો પર હાર્ટ ઇમોજી શેર કરી વિયાન પર પ્રેમ લૂટાવ્યો હતો.

તમને જણાવી દઇએ કે, વિયાનના પિતા રાજ કુંદ્રા અને તેની માતા શિલ્પા શેટ્ટી આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. શિલ્પા અને તેના પરિવાર પર આ સમયે દુખનો પહાડ તૂટી પડ્યો છે. રાજ કુંદ્રાની મુંબઇ પોલિસે 19 જુલાઇના રોજ ધરપકડ કરી હતી અને 27 જુલાઇના રોજ તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

Shah Jina