જીવનશૈલી

શિલ્પા શટ્ટીએ પોતાના છોકરાને ખોળામાં લઈને કર્યું વર્કઆઉટ, જુઓ વિડિઓ માતાઓ માટે ખાસ સંદેશ..

બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસનું ખુબજ ધ્યાન રાખે છે. તે બીજાને આવું કરવા માટે પ્રોત્સાહિત પણ કરે છે. શિલ્પા શેટ્ટીનો એક નવો વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં શિલ્પા શટ્ટી પોતાના છોકરા સાથે જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે. શિલ્પા શેટ્ટી  ટ્રાઈસેપ્સનું વર્કઆઉટ કરે છે અને તેના ખોળામાં તેમનો છોકરો વિયાન રાજ કુન્દ્રા બેઠો છે. ફિટનેસ ફ્રીક શિલ્પાએ વિડિઓના કેપ્શનમાં લખ્યું છે, ” પાર્ટનર વર્કઆઉટ ડે, ટ્રાઈસેપ્સ વિથ બેટા.” વિડિઓમાં શિલ્પાએ કહ્યું છે કે માં હોવું સરળ કામ નથી.

Image Source

આ વિડિઓને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા શિલ્પાએ લખ્યું છે કે પાર્ટનર વર્કઆઉટ ડે, વિયાનની સાથે ટ્રાઈસેપ્સની કસરત. છોકરાઓને સંભાળવા માટે વધારે માંસપેશીની અને શક્તિની જરૂર પડે છે.કહેવાનો અર્થ શું છે તે બધી માતાઓને ખબર પડી ગઈ હશે.

હમણાં જ શિલ્પાના છોકરાનો એક વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાઇરલ થયો હતો વીડિયોમાં વિયાન તેની નાનીના પગ દબાવતો જોવા મળે છે. આ વિડિઓને પણ લોકોએ ખુબજ લાઈક અને શેર કર્યો હતો. પોસ્ટ અને કોમેન્ટમાં લોકોએ ખુબજ ચર્ચા કરી હતી. શિલ્પા શેટ્ટી રામ નવમીના દિવસે તે વિયાન, મા સુનંદા શેટ્ટી અને બહેન શમિતા શેટ્ટી સાથે મુંબઈના ઇસ્કોન મંદિર ગઇ હતી.

Image Source

શિલ્પાનો છોકરો વિયાન સોશ્યિલ મીડિયા પર ખુબજ ફેમસ થતો જાય છે. આનાથી પહેલા એક વિડિઓમા વિયાન સાઉથ કલાકાર પ્રભાસની મિમિક્રી કરવાનો પ્રયત્નો કરતો જોવા મળે છે. શિલ્પાએ છોકરાનો આ વિડિઓ શેર કર્યો હતો, જેમાં ટીવીમાં બાહુબલી ૧ નો ફેમસ ભાગ ચાલે છે પ્રભાસ શિવલિંગને ખભા પર ઉઠાવે છે. પ્રભાસની મિમિક્રી કરતા વિયાન ખુરસી ઉઠાવીને ઉભો છે. વિડિઓને લોકોએ ખુબજ લાઈક કર્યું હતો.

 

View this post on Instagram

 

Saturday Shenanigans🤦🏻‍♀😂😝 Dunno where he’s learning all this from @rajkundra9, considering he hasn’t watched this movie!!! Is this what they call #genes😱Yeh vichitra maya…The background score is so apt matches my thought process 😅The funny thing is seeing him trying to #lipsync even when he doesnt know the song 😂🤣 My #babybali…🧿🧿🧿🧿 #saturday #son #genes #sonlove #gratitude #sonlove #mommywoes ………….. Repost from @rajkundra9 Move over #bahubali here comes #Chairbali 😂 @viaanrajkundra I wonder where he gets his acting keedha from @theshilpashetty hmmmm can’t stop laughing at this! #family #laughter #love #joys #life #bond #fatherson #son #action #hero #actor #genes

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

પાછલા દિવસોમાં શિલ્પા શેટ્ટીએ સુપર ડાન્સ ચેપ્ટર ૩ ના શોમા લગ્ન સ્પેશિયલ એપિસોડમા પોતાની સફળ લગ્ન જીવનના સિક્રેટ જણાવ્યા હતા. શિલ્પા શટ્ટીએ જણાવ્યા કે, હું કોઈ સલાહકાર નહીં. એક દોસ્તીના નાતે હું આટલુંજ કહીશ કોઈ પણ સંબંધમા વિશ્વાસ હોવો જરૂરી છે. જે મારા અને રાજ વચ્ચે છે. મને ક્યારે એવું નથી લાગતું કે અમે લગ્નના સંબંધમાં બંધાયા છીએ.

Image Source

તેમને જણાવ્યું કે મારા પતિ મને આજે પણ ગર્લફ્રેન્ડ કહીને બોલાવે છે અને હું પણ તેમને બોયફ્રેન્ડ કહું છે. હજી પણ અમે શુક્રવારે રાતે ડેટ પર જઈએ છીએ. તેથી અમને એવો બોજ નથી લાગતો કે અમે એબીજાની સાથે એટલા માટે છીએ કે અમે લગ્ન કર્યા છે. કેટલાક લગ્ન આ દબાણને કારણે જ તૂટી જાય છે.