ખબર ફિલ્મી દુનિયા

શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રા સાથે ગોવામાં ક્વૉલિટી સમય વીતાવતી જોવા મળી, વાયરલ થઈ રોમેન્ટિક તસ્વીર

અનલોક થતા જ બોલીવુડના કલાકારો દેશ-વિદેશમાં રજાઓ માણવા માટે જતા જોવામાં આવી રહ્યા છે. એવામાં જ યોગા ક્વીન શિલ્પા શેટ્ટી પણ રજાઓ વિતાવવા પતિ રાજ કુંદ્રા સાથે ગોવા પહોંચી છે. આગળના દિવસોમાં જ શિલ્પા પરિવાર અને પતિ સાથે નવા વર્ષની ઉજવણી માટે ગોવા પહોંચી હતી.

Image Source

શિલ્પા સતત લગાતાર પોતાના વેકેશનની તસ્વીરો અને મસ્તી કરતા વિડીયો શેર કરતી રહી છે. આ સિવાય શિલ્પાએ રાજ સાથેની રોમેન્ટિક તસ્વીર પણ શેર કરી છે, જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

આ તસ્વીરમાં શિલ્પાએ પિન્ક ટોપ અને સ્કર્ટ પહેરી રાખ્યું છે જ્યારે રાજ ટીશર્ટ અને શોર્ટ્સ પહેરેલા જોવા મળ્યા હતા. બન્ને રોમેન્ટિક અંદાજમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. દર્શકો આ તસ્વીર ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

જણાવી દઈએ કે શિલ્પા-રાજ અમુક દિવસો પહેલા જ સેરોગેસી ટેક્નિક દ્વારા દીકરીના માં-બાપ બન્યા છે, જેનું નામ સમીશા કુંદ્રા છે.

Image Source

કારકિર્દીની વાત કરીએ તો લાંબા સમયથી ફિલ્મોથી દૂર શિલ્પા ફિલ્મ નિકમ્મામાં જોવા મળશે.ફિલ્મમાં અભિનેત્રી ભાગ્યશ્રીનો દીકરી અભિમન્યુ દાસાની અને સિંગર શર્લે સેતિયા મુખ્ય કિરદારમાં હશે. આ સિવાય શિલ્પા હંગામા-2 માં પણ જોવા મળશે. જેમાં પરેશ રાવલ અને મિજાન જાફરી પણ ખાસ કિરદારમાં જોવા મળશે.