મનોરંજન

શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રાના 44માં બર્થડે પર આપ્યું કંઈક આવી રીતે સરપ્રાઈઝ, હટકે રીતે કર્યું હતું બર્થ ડે વિશ

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રાની પ્રેમ કહાની જગજાહેર છે. શિલ્પા શેટ્ટીની પતિ સાથેની કેમેસ્ટ્રી અને બોન્ડિંગ હંમેશા ચર્ચામાં રહે છે. એવામાં રાજ કુંદ્રાએ 9 સપ્ટેમ્બરના રોજ પોતાના 44 માં જન્મદિવસની ઉજવણી કરી હતી.

રાજ કુંદ્રાના આ સ્પેશિયલ દિવસે શિલ્પાએ એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડ દિગ્ગ્જ સિતારાઓ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં આમિર ખાન, જૈકી ભગનાની, આયુષ શર્મા-અર્પિતા શર્મા જેવા દિગ્ગ્જ કલાકારો હાજર રહ્યા હતા.

રાજના બર્થડેના ફોટા અને વિડીયો શિલ્પાએ ખુદ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા હતા. બીજી તરફ શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પતિ અને પુત્રની તસ્વીર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે કુકી, તમે મારા દિલના રાજા છો. મારા સપનાના રાજકુમાર છો. અને મારા જીવનના પ્રેમ છો.’

શિલ્પાએ આગળ લખ્યું કે,”તમે સૌથી બેસ્ટ પિતા, દીકરા, ભાઈ અને પતિ છો અને હું સૌથી નસીબદાર મહિલા છું. હું આશા કરું છું કે તમારા દરેક સપનાઓ પુરા કરે. કેમ કે તમે આ બધાના હકદાર છો”.
શિલ્પાએ આ ખુબસુરત પોસ્ટ પર રાજ કુન્દ્રાએ પણ કમેન્ટ બોકડ પર કમેન્ટ કરતા આભાર વ્યક્ત કર્યો હતો. રાજે કમેન્ટ કરતા લખ્યું હતું કે, આ માટે આભાર… બસ કર હવે રોવડાવીશ કે શું ? રાજની આ કમેન્ટ પર સોશિયલ મીડિયાના યુઝર્સેને પણ ઘણી પણ ઘણી પસંદ આવી હતી. જણાવી દઈએ કે, શિલ્પા અને રાજની જોડીને ફેન્સને બહુ જ પસંદ કરે છે.

શિલ્પાએ 2009માં રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. તેઓએ 2012માં શિલ્પાએ પુત્ર વિયાન કુન્દ્રાને જન્મ આપ્યો હતો. પાર્ટીમાં શિલ્પાએ પર્પલ કલરનું શિમરી ટોપની સાથે ગ્રે રંગનું મીની સ્કર્ટ પહેરી રાખ્યું હતું.

જ્યારે રાજ કુન્દ્રાએ બ્લેક ટીશર્ટમાં જોવા મળ્યા છે. શિલ્પાએ મીડિયાની સામે જ પતિ કુંદ્રાને કિસ કરીને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. આ સિવાય બાકીના હાજર લોકોએ પણ મીડિયાની સામે પોઝ આપ્યા હતા.

અમુક તસ્વીરોમાં રાજ કેક કટિંગ કરતા દેખાઈ રહ્યા છે. શિલ્પા પણ પતિ સાથે એકદમ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહી છે. અમુક તસ્વીરોમાં શિલ્પા પતિ અને મિત્રોની સાથે પોઝ આપતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

In beautiful romantic Venice! Time to board the celebrity Mediterranean cruise 🚢 #familytime #holiday #vandy16

A post shared by Raj Kundra (@rajkundra9) on

જણાવી દઈએ કે રાજ કુંદ્રાનો જન્મ લંડનમાં થયો હતો. શિલ્પાની રાજ કુંદ્રા સાથેની પહેલી મુલાકાત પણ લંડનમાં જ થઇ હતી. તે સમયે શિલ્પા પરફ્યુમ બ્રાન્ડ એસ-2 નું પ્રમોશન કરી રહી હતી. રાજ કુંદ્રાએ આ બ્રાન્ડના પ્રમોશનમાં શિલ્પાની મદદ કરી હતી. આજ દરમિયાન બંન્ને વચ્ચે નજીકતા વધવા લાગી. તે સમયે રાજ વિવાહિત હોવા છતાં પણ શિલ્પા-રાજ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

શિલ્પાએ કહ્યું હતું કે રાજ કુંદ્રાએ તેને પ્રપોઝ કરતા પહેલા પેરિસની લી ગ્રેન્ડ હોટેલનો પુરો બૈન્કેટ હોલ બુક કરી લીધો હતો. રાજે તેને એવું કહીને બોલાવી હતી કે તેને તેના મિત્રો સાથે મળાવવાનું છે. જેના પછી શિલ્પાના પહોંચતા જ રાજે ઘૂંટણો પર બેસીને તેને વીંટી આપીને પ્રોઝ કર્યું હતું અને સાથે હળવું મ્યુઝિક પણ વાગી રહ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks