એવું તો કયુ કારણ હતુ કે શિલ્પા શેટ્ટીએ 10 કરોડની ઓફર ઠુકરાવી દીધી, કારણ જાણશો તો કરશો વાહ વાહ

શિલ્પા શેટ્ટીએ ઠુકરાવી હતી 10 કરોડની શાનદાર ઓફર, દિલ ખુશ કરી દેશે કારણ

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ભલે 46ની ઉંમરમાં પણ સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે, પરંતુ તે ફિટનેસ માટે કયારેય પણ સ્લિમિંગ પિલ્સ પર ભરોસો કરતી નથી. શિલ્પા તેમાંની એક છે, જે ફિટનેસ માટે યોગ વર્કઆઉટ અને હેલ્દી ડાયટ પર સૌથી વધારે વિશ્વાસ કરે છે કારણે કે એન્ટરટેઇનમેન્ટની દુનિયાથી અલગ ફિટનેસ અને કુકિંગ શો પર પણ ખૂબ ધ્યાન આપે છે.

તમને જણાવી દઇએ કે, કેટલાક વર્ષ પહેલા શિલ્પાને પાતળા થવાની દવાની જાહેરાતની ઓફર થઇ હતી. આ જાહેરાત માટે શિલ્પાને 10 કરોડ રૂપિયાની ઓફર થઇ હતી પરંતુ શિલ્પાએ આટલી મોટી ઓફરને એક જ ઝાટકામાં ઠુકરાવી દીધી હતી. શિલ્પાનું માનવુ છે કે, સ્વાસ્થ્ય માટે ડાયટ અને વર્કઆઉટ ઘણુ છે. પાતળા થવાની દવા નુકશાન પહોંચાડી શકે છે. વર્ષ 2019માં શિલ્પાને સ્લિમિંગ પિલ્સ માટે 10 કરોડ રૂપિયાની ઓફર થઇ હતી

શિલ્પા શેટ્ટીએ મિડ-ડે સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હું એવી વસ્તુ વેચી શકતી નથી, જેમાં મારો પોતાનો વિશ્વાસ ન હોય. સ્લિમિંગ પિલ્સ અને ફૈડ ડાયટ જેવી વસ્તુઓ લોકોને આકર્ષિત લાગી શકે છે કારણ કે તેનું રિઝલ્ટ તરત દેખવા મળે છે પરંતુ હેલ્દી રૂટિન અને બરાબર ખાવા-પીવાથી વધીને બીજુ કંઇ થઇ શકતુ નથી. આ તમારી લાઇફસ્ટાઇલને લાંબા સમય સુધી સારી રાખી શકે છે.

Shah Jina