અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા આજે બપોરે સપ્તશ્રૃંગી દેવી પહોંચ્યા હતા. શિલ્પા શેટ્ટી ખૂબ જ ગુપ્ત રીતે પર્વત સ્થિત મંદિરમાં પહોંચી હતી. મંદિરની મુલાકાત લીધા બાદ શિલ્પાએ ફોટો માટે પોતાનુ માસ્ક ઉતારી લીધુ હતુ. તેમના આગમનના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને તેમને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા. આ સમયે તેમના પરિવારના સભ્યો પણ તેમની સાથે હતા.
રાજ કુન્દ્રા ગયા વર્ષે ફિલ્મ કેસમાં ઝડપાયા હતા. બે મહિના પછી તેને જામીન મળી ગયા. રાજ કુન્દ્રા જેલમાંથી બહાર આવતાની સાથે જ રડી પડ્યા હતા. આ પછી શિલ્પા શેટ્ટી તેના પતિ સાથે ક્યાંય જોવા મળી નથી. ગયા મહિને શિલ્પા અને તેના પતિ રાજ પ્રખ્યાત મંદિરના દર્શન માટે જોવા મળ્યા હતા. બંને લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા હતા. આ બંનેની સાથે પૂર્વ બિગ બોસ કંટેસ્ટેંટ રાજીવ અડતિયા પણ જોવા મળ્યા હતા.
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યા હતા. તેઓએ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના શત્રુનાશિની મા બગલામુખીના મંદિર, બાનખંડી ગામમાં એક સાથે પૂજા કરી. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ પતિ રાજ કુન્દ્રા સાથે ચામુંડા દેવી મંદિર અને જ્વાલામુખી મંદિરની મુલાકાત લીધી હતી.તે બાદ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ સપ્તશ્રૃંગી માતાના દર્શન કર્યા હતા.
ગ્રામ પંચાયત અને સપ્તશ્રૃંગી નિવાસી ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં, શિલ્પા શેટ્ટીની ઓળખ થઈ શકી ન હતી કારણ કે તેણે શરૂઆતમાં માસ્ક પહેર્યું હતું. જો કે, માસ્ક હટાવ્યા પછી, સમાચાર ફેલાઈ ગયા અને ટ્રસ્ટના ભક્તિ નિવાસ વિસ્તારની આસપાસ ચાહકો એકઠા થઈ ગયા. બાદમાં પોલીસે ભીડને હટાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા અને તેનો પરિવાર ઘણો ચર્ચામાં રહ્યો હતો. રાજ કુંદ્રાની પોલિસે ફિલ્મ નિર્માણ કેસમાં ધરપકડ થયા બાદ શિલ્પા અને રાજને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. જો કે, રાજને 2 મહીના બાદ આ કેસમાં જામીન મળ્યા હતા અને ત્યાર બાદ તે થોડા સમય સુધી કયાંય જોવા મળ્યો ન હતો.