મનોરંજન

શિલ્પાનું દુઃખ: કેટલાય મિસકેરેજ સહન કર્યા, બાળક દતક પણ ન મળ્યું, એટલે અમે નક્કી કર્યું કે…

બોલિવૂડ અભિનેત્રી શિલ્પાએ શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં એક દીકરીના માતાપિતા બન્યા છે. તેમની દીકરીનું નામ સમિશા અને દીકરાનું નામ વિયાન છે.

Image Source

એ તો બધા જ જાણે છે કે શિલ્પા શેટ્ટીએ દીકરીના જન્મ માટે સરોગસીનો સહારો લીધો હતો. ત્યારે હાલમાં જ શિલ્પાએ પોતાના આ નિર્ણયનું કારણ જણાવતા ખુલાસો કર્યો હતો કે આખરે શા માટે તેમને સરોગસીનો સહારો લીધો હતો.

વાત એમ હતી કે શિલ્પા શેટ્ટી અને તેમના પતિ છેલ્લા 5 વર્ષથી બીજા બાળક માટે પ્રયત્નો કરતા હતા અને આ દરમ્યાન શિલ્પાને ઘણી તકલીફો પણ થઇ અને આખરે શિલ્પાએ સરગોસાઈનો રસ્તો અપનાવ્યો. હાલમાં જ મધર્સ ડે નિમિતે શિલ્પા શેટ્ટીએ પોતાની સરોગસી પહેલા ગર્ભધારણની સમસ્યા વિશે જણાવ્યું હતું.

Image Source

એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું કે ઘણા વર્ષો સુધી ગર્ભધારણ કરવાની કોશિશ કરતી રહી, પણ એક બીમારીને કારણે તેને વારંવાર ગર્ભપાતથી પસાર થવું પડ્યું. શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે ‘વિયાન બાદ અમે લાંબા સમયથી એક બીજા બાળકની ઈચ્છા ધરાવતા હતા.
પણ મને ઘણી તકલીફોથી પસાર થવું પડ્યું. મને એક ઓટોઈમ્યુન ડિસીઝ એપ્લા (APLA) થઇ ગયું. જેને કારણે મારા ઘણા ગર્ભપાત થયા. એક વાર તો આશા પણ છોડી દીધી હતી.

Image Source

શિલ્પાએ કહ્યું કે તે નહોતી ઇચ્છતી કે વિયાન એકલો મોટો થાય. તેમની હંમેશાથી એક ઈચ્છા હતી કે એનો કોઈ ભાઈ કે બહેન હોવી હોઈએ. પછી એમને વિચાર્યું કે સરોગસીની કોશિશ કરે અને ત્યારે ત્રણ વાર કોશિશ કર્યા બાદ તેઓ ફરીથી માતાપિતા બનવામાં સફળ થયા.

Image Source

શિલ્પાએ પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું કે કારણ કે મરી પણ એક બહેન છે અને મને ખબર છે કે એક બીજા બાળકનું હોવું કેટલું જરૂરી હોય છે. આ પછી મેં બીજી ઘણી રીતો પણ જોઈ પણ કોઈ ફાયદો ન થયો. એક સમય હતો કે જયારે મેં બાળક દત્તક લેવાનો પણ નિર્ણય લીધો હતો. બાળકને દત્તક લેવાનો પ્રક્રિયા ચાલી રહી હતી પરંતુ કોઈ કારણોસર ઈસાઈ મિશનરી બંધ થઇ ગઈ અને એ પછી લગભગ 4 વર્ષ રાહ જોયા બાદ આખરે સરોગસીનો રસ્તો અપનાવવાનો નિર્ણય લીધો.

Image Source

આટલું જ નહીં પણ જયારે રાજ અને શિલ્પાને એ ખબર પડી કે તેઓ બીજી વાર માતાપિતા બનવાના છે તો બંનેએ પોતાનું કામ છોડી દીધું હતું જેથી બાળકને વધુને વધુ સમય આપી શકે. શિલ્પાની દીકરીનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો. પરંતુ આ વાત કોઈને ખબર નહોતી, કારણ કે શિલ્પા અને રાજે 21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે આ વાત શેર કરી હતી.

શિલ્પા શેટ્ટીએ એપ્લા નામની જે બીમારીનો ઉલ્લેખ કર્યો એ મોટાભાગે મહિલાઓમાં જોવા મળે છે. આ બીમારીનું આખું નામ છે એન્ટી ફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ. આ એક ઓટોઈમ્યુન બીમારી છે જે આપણા શરીરમાં એવી કોશિકાઓ બનાવે છે કે જે સ્વસ્થ કોશિકાઓ પર હુમલો કરીને તેને ખતમ કરી દે છે.