કોરોનાથી લડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શિલ્પા શેટ્ટીએ આપી કસરત કરવા માટેની ટિપ્સ, જુઓ વિડીયો

0

દુનિયાભરમાં જયારે કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે મોટી મોટી હસ્તીઓ પણ કોરોના વાયરસથી બચવા માટેની સલાહ અને સૂચનો આપતા જોવા મળે છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીને આપણે ફિટનેસમાં શ્રેષ્ઠ માનીએ છીએ, તેને પણ  કોરોના વાયરસથી લાડવા માટે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારવા માટેની  ટિપ્સ પણ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટી પોતાની ફિટેનેસ માટે જાણીતી છે. તે 44 વર્ષે પણ યોગ અને કસરત દ્વારા પોતાના શરીરને સ્વસ્થ રાખે છે. તેની ટિપ્સને પણ ઘણા ચાહકો ફોલો કરે છે ત્યારે શિલ્પાએ કોરોના સામે રક્ષણ મેળવી શકાય એ હેતુથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને કેવી રીતે વધારી શકાય એ માટે એક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે શિલ્પા શેટ્ટી દાદર ચાહળવાની એક કસરત જણાવી રહી છે, તેના દ્વારા તમે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો, અને કોરોના જેવા ભયાનક વાયરસથી પણ બચી શકો છો. છેલ્લા થોડા સમયથી આપણા દેશમાં પણ કોરોના વાયરસની અસર વધતી જોવા મળે છે. 125થી પણ વધારે કોરોના પીડિતોની સંખ્યા આપણા દેશમાં થઇ ગઈ છે, ત્યારે આપણી સાવચેતી જ આપી સુરક્ષા છે. એ માટે શિલ્પા શેટ્ટીએ પણ આ બાબતને ધ્યાનમાં લઈને પોતાના ચાહકો માટે આ કસરતની ટિપ્સ પણ શેર કરી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.