મનોરંજન

શિલ્પા શેટ્ટીએ પતિ રાજ પાસે કરી દીધી એવી ડિમાન્ડ કે સાંભળીને થઇ ગયા બેહોશ, જુઓ વાયરલ વિડીયો

સલમાન ખાન અને ભાગ્યશ્રીની ફિલ્મ મૈને પ્યાર કિયાને 30 વર્ષ પુરા થયા છે. 29 ડિસેમ્બર 1989ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને ત્રણ દાયકા પુરા થવા પર શિલ્પાએ શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રાએ ટ્રિબ્યુટ આપ્યું છે. અને બંનેએ આ ફિલ્મના એક ગીત પર વિડીયો બનાવ્યો છે જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

આ વાયરલ વીડિયોમાં શિલ્પા શેટ્ટી ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં દિલ દીવાના ગીત ગાઈ રહી છે અને તેન આ રોમેન્ટિક અંદાજમાં જોઈને તેના પતિ રાજ કુન્દ્રા ખુશી-ખુશી તેની પાસે આવે છે. પણ એ પછી એમાં એક ફની ટ્વીસ્ટ આવી જાય છે. શિલ્પા શેટ્ટીએ આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે અને કેપશનમાં લખ્યું છે, ‘આશા vs હકીકત. કળિયુગ છે ભાઈ. જે વસ્તુની મેં આશા નથી કરી એ છે મારા ટિક્ટોક પર ૧ મિલિયન ફોલોઅર્સ થઇ જશે, અને એ પણ માત્ર 1 જ દિવસમાં.’

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટીના આ વીડિયોને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ વીડિયોમાં તે ખૂબ જ સારા મૂડમાં ગીત ગાતી જોવા મળે છે અને પછી ત્યારે રાજ કુન્દ્રાનો મૂળ હવા થઇ જાય છે જયારે શિલ્પા તેમની પાસે આઈફોન એક્સ, ગાડી અને બંગલાની ડિમાન્ડ કરે છે. રાજ કુન્દ્રા એકદમ જ બેહોશ થઇ જાય છે. આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. શિલ્પા શેટ્ટીએ ટિક્ટોક પર એન્ટ્રી મારીને કહેર મચાવી દીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટી જલ્દી જ બોલિવૂડની ફિલ્મોમાં ફરીવાર જોવા મળશે. એ ફિલ્મ હંગામાની સિક્વલમાં પરેશ રાવલ સાથે જોવા મળશે. એ સિવાય તે નિકમ્મામાં પણ કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેને ફિટનેસ વિડિયોઝ લોકોને ખૂબ જ પસંદ આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.